બુર્જ ખલીફા

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST

સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્ડ

દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે. જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે. 

Jun 24, 2019, 01:47 PM IST

દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદેશ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી. 

Apr 26, 2019, 04:03 PM IST