બ્રહ્મચારિણી

નવરાત્રી 2018: જાણો માતાજીના ત્રીજા સ્વરૂપ દેવી 'ચંદ્વઘંટા' વિશે

મા દુર્ગાની ત્રીજી શક્તિ મા ચંદ્વઘંટાના નામથી પ્રસિદ્ધ છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્વમા સુશોભિત છે. સોના સમાન તેમનું ચમકતું તેજોમય સ્વરૂપ છે. તેમના દસ હાથ છે, જેમાં અસ્ત્ર-શસ્ત્ર લઇને મા સિંહ પર બિરાજમાન છે. મા રાક્ષસોના વિનાશ માટે યુદ્ધમાં પ્રસ્તા કરવા તૈયાર છે. માન્યતા છે કે તેમના ઘંટની ધ્વનિ સાંભળીને દૈત્ય, રાક્ષસ વગેરે ભાગી જાય છે.

Oct 12, 2018, 12:06 PM IST

નવરાત્રી : બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે આ ફળ !!

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.  આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર.

Oct 11, 2018, 06:33 PM IST