મિત્રતાનાં નામે છેતરપીંડી

અમદાવાદ: ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનાં બહાને નવરંગપુરાનાં યુવક સાથે છેતરપીંડી

શહેરના નવરંગપુરામાં રહેતા યુવક સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાઇને સેંકડો રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપીંડી કરી હતી. રજીસ્ટ્રેશનનાં નામે યુવક પાસેથી 44 હજાર રૂપિયા પડાવી લીધા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. મુળ મહેસાણાનો રહેવાસી અને નવરંગપુરામાં સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં અભ્યાસ કરતો વૈભવ શાહ સી.એનો અભ્યાસ કરે છે. 20 નવેમ્બરે તેને ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. જેથી ક્લબમાં જોડાવા માટે ત્રણ માસનાં એક હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 

Jan 19, 2020, 11:15 PM IST