અમદાવાદ: ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનાં બહાને નવરંગપુરાનાં યુવક સાથે છેતરપીંડી
Trending Photos
અમદાવાદ : શહેરના નવરંગપુરામાં રહેતા યુવક સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાઇને સેંકડો રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપીંડી કરી હતી. રજીસ્ટ્રેશનનાં નામે યુવક પાસેથી 44 હજાર રૂપિયા પડાવી લીધા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. મુળ મહેસાણાનો રહેવાસી અને નવરંગપુરામાં સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં અભ્યાસ કરતો વૈભવ શાહ સી.એનો અભ્યાસ કરે છે. 20 નવેમ્બરે તેને ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. જેથી ક્લબમાં જોડાવા માટે ત્રણ માસનાં એક હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
સુરતમાં ફોરેસ્ટ ઓફીસરની ધમાલ, પોલીસે તપાસ કરતા ખુલી ગઇ મોટી પોલ
વૈભવે પહેલા તો એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ અનેક યુવતીઓની તસ્વીરો તેને મોકલવામાં આવી હતી. જેમાંથી તેણે એક યુવતીનો ફોટો સિલેક્ટ કર્યો હતો. આ યુવતી નેહા સાથે તેનો સંપર્ક થયો હતો. નેહાએ સેફ્ટી કોડ લેવો પડશે તેમ કહીને એક વર્ષ અને અને લાઇફ ટાઇમ માટેની કિંમત વિશે માહિતી આપી હતી. એક વર્ષનાં કોડ પેટે તેણે 16,500 ચુકવવા પડશે તેમ જણાવ્યું હતું.
જેથી વૈભવે 16,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ એક ખાસ કંપનીનું ક્રિમ ખરીદવું પડશે તેમ જણાવીને પણ પૈસા પડાવ્યા હતા. જ્યારે જે યુવતી સાથે વાત કરવા માટે આજીવન ફી પેટે 16,500 રૂપિયા ફી ચુકવી હતી તે યુવતીએ પણ વાત કરવાનું બંધ કરી દીધું હતું. અલગ-અલગ બહાને 44 હજાર રૂપિયા પડાવ્યા હતા. યુવકે પૈસા પરત માંગ્યા હતા. જો કે પૈસા પરત નહી મળતા તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે