વડાપ્રધાન જનઔષધિ યોજના News

PM મોદીની આંખોમાં આંસુ: ભગવાનને તો નથી જોયા પણ તમને... સાંભળતા જ PM થયા ભાવુક
જન ઔષધિ દિવસ પ્રસંગે એક મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વડાપ્રધાન મોદી સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે, તેને ભગવાનને તો નથી જોયા, પરંતુ નરેન્દ્ર મોદીને જોયા છે. આમ કહેતા કહેતા વડાપ્રધાન મોદી સાથે વાત કરતા ભાવુક થઇ ગયા હતા. મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. જન ઔષધિ દિવસ પ્રસંગે આયોજીત કાર્યક્રમ દરમિયાન મહિલા દીપા શાહે કહ્યું કે, તેઓ લકવાનાં દર્દી છે, પહેલા દવા ખરીદવામાં તેમનાં 5 હજાર રૂપિયાનો ખચ્ર થતો હતો. પરંતુ જ્યારથી તેને જનઔષધિ સેન્ટરમાંથી દવાઓ ખરીદવાની શરૂ કરી તેનો દવાઓનો ખર્ચ 1500 થઇ ગયો. મહિલાએ કહ્યું કે, બાકી બચેલા પૈસા ઘર ચલાવે છે અને ફળ ખરીદે છે. 
Mar 7,2020, 17:52 PM IST

Trending news