હિરા ઉદ્યોગ

Another jeweler commits suicide in Surat PT1M29S

સુરતમાં વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત

હીરા નગરી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અમરોલીના ઉતરાણ વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. રત્નકલાકારે ફ્લેટ લોન પર લીધો હતો અને બે મહિનાના હપ્તા ભરી શક્યો નહોતો. જેથી બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી માટે ફ્લેટ બહાર મોટા અક્ષરોથી નોટિસ લખવામાં આવી હતી. જેના આઘાતમાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતો. જેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બેંક હપ્તા મોડા થવાનું પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. જ્યાં હીરા કંપનીમાંથી અગાઉ છુટા થયા બાદ અન્ય કંપનીમાં યુવકે ફરી કામ શરૂ કર્યું હતું.

Oct 23, 2019, 07:30 PM IST

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, જીએસટી દરોમાં સરકાર કરશે ઘટાડો: નીતિન પટેલ

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 
 

Oct 14, 2019, 09:45 PM IST

અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું

જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત જિલ્લો છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે.અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે.
 

Sep 10, 2019, 08:33 PM IST

અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ

બેંકો દ્વારા મધ્યમ અને લધુ ઉદ્યોગોને લોન આપવામાં ઉનાકાની કરતાં એમએસએમઇ ઉદ્યોગો મરણ પથારીએ આવી ગયા છે. જેમાં હિરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે બેકોં દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને શંકાની નજરે જોવામાં આવી લોન અપ્રુવ કરવામાં આવતી નથી અને હિરા ઉદ્યોગ ઠપ થવામાં છે ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે.
 

Sep 2, 2019, 06:33 PM IST

ડાયમંડ નગરી સુરતમાં જોવા મળી મંદીની અસર, 15 હજાર રત્નકલાકાર બન્યા બેરોજગાર

ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમા હીરાની નાની પેઢીથી લઇને મોટી પેઢી ટપોટપ મંદીના કારણે બંધ થઇ રહી છે. જેને કારણે 15,000 જેટલા રત્નકલાકારો બેકારીનું જીવન ગુજારી રહ્યા છે. હાલ રત્નકલાકારોની હાલત એવી થઇ ગઇ છે કે, પોતાના પરિવારજનોનુ ગુજરાન કઇ રીતે ચલાવવું તે વિચારી રહ્યા છે. તો કેટલાક રત્નકલાકારોએ સુરત છોડી પોતાના વતન રવાના થઇ ગયા હતા.
 

Aug 21, 2019, 08:18 PM IST

નિરવ મોદીના કરોડોના કૌભાંડ બાદ ગુજરાતના હિરા ઉદ્યોગમાં આવી ‘ઘાતક મંદી’

ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં સ્થાનિક સ્તેર કારખાના બંધ થઇ રહ્યા છે જેને પગલે રત્ન કલાકારોએ બેકાર થવાના વારા આવ્યા હિરા ઉદ્યોગની આ મંદી માટે નાના ઉદ્યોગ કારો નિરવ મોદી સ્કેમને જવાબદાર માને છે.
 

Jul 29, 2019, 09:23 PM IST

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

Jul 18, 2019, 07:36 PM IST

સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Jul 9, 2019, 04:49 PM IST

મુંબઇ કસ્ટમે 3000 કરોડના હિરા સીઝ કર્યા, કંપનીઓનો દાવો- અમારી પાસે કાયદેસરના કાગળો

14 મિલિયન ડોલરના ડાયમંડ મુંબઇના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સિઝ કરાયા સુરતના હિરા ઉદ્યોગમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આશરે 3 હજાર કરોડના હિરાને મુંબઇમાં કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી હીરા સેક્સન 110 મુજબ સિઝ કરવામાં આવ્યા છે. 

Jun 25, 2019, 12:26 AM IST

ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો નર્મદાના નીરને ચીરતો રસ્તો

ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે. 

May 7, 2019, 01:08 PM IST

ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં

દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.

May 6, 2019, 09:11 PM IST