હૈદરાબાદ પોલીસ News

જિંદગી સામે જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, રાત્રે 11.40 કલાકે દમ તોડ્યો
Dec 7,2019, 10:35 AM IST
વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર
સંસ્કારીનગરી કહેવાતુ વડોદરા (Vadodara) હવે સલામત રહ્યું નથી. અહીં દીકરીઓ પર અત્યાચાર (woman safety) થઈ રહ્યાં છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મ થઈને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિવિધ ત્રણ સ્કેચ બનાવ્યા, પણ હજુ સુધી આરોપીઓનો કોઈ અત્તોપત્તો નથી. આવામાં હવે પોતાની સુરક્ષા રાખવાની જવાબદારી ખુદ મહિલાઓએ જ નિભાવી છે. અપના હાથ જગન્નાથ... ઉક્તિને સાચી ઠેરવતી મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સાવચેતીના ભાગરૂપે વિવિધ વસ્તુઓ રાખતા થયા છે. આ મામલે ઝી 24 કલાક દ્વારા વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણ્યું હતું.
Dec 6,2019, 15:10 PM IST
અમદાવાદના રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓનો આક્રોશ, સરકારને કહ્યું-we want justice
દેશમાં મહિલાઓ સલામતી પર સતત પ્રશ્નો મળી રહ્યા છે, અને અસલામતીના ઉદાહરણો સામે આવ્યા છે. જેમાં આજે સવારે આશાની એક કિરણ જોવા મળી. હૈદરાબાદની દિશાને માત્ર 10 જ દિવસમાં ન્યાય મળ્યો. એ હત્યારાઓ જેણે, જીવતેજીવ દિશાને સળગાવી મારી હતી, તેઓને આજે હૈદરાબાદ પોલીસે ઠાર માર્યા હતા. પરંતુ દેશમાં હજી પણ આવી શરમજનક ઘટનાઓ પર અંકુશ આવ્યુ નથી. ક્યાંક ઉન્નાવ, તો ક્યાંક દિલ્હી... ક્યાંક રાજકોટ, તો ક્યાંક વડોદરા.... મહિલાઓનો દેહ પીંખાય છે, ચૂંથાય છે. ત્યારે દેશમાં બનતી આવી ઘટનાઓ પર લોકોનો આક્રોશ વધી રહ્યો છે. દેશમાં બનતી આવી બળાત્કારની ઘટનાઓ અને પીડિત મહિલાઓ પ્રત્યે દુખ અને વેદના વ્યક્ત કરવા અમદાવાદની એમ.પી આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા જંગી રેલી યોજવામાં આવી હતી.
Dec 6,2019, 12:56 PM IST
10 દિવસમાં દિશાને ન્યાય મળ્યો, ત્યારે ગુજરાતની મહિલાઓ બોલી-ગુજરાત પોલીસ પણ
Hyderabad Rape Case Encounter: હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે જે થયું, તેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. એક જ સૂર ઉઠ્યો કે, પીડિતાને ન્યાય આપો, અને બળાત્કારીને આકરી સજા કરો. રાજ્યસભામાં પણ એવી દલીલો ઉઠી કે, બળાત્કારીને જાહેરમાં લોકો પાસે સોંપી દો. ત્યારે આજે હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે જ આજનો દિવસ પોઝીટિવ ફ્રાઈડે બન્યો છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. હૈદરાબાદ પોલીસે જે કર્યું તેના પર લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ હૈદરાબાદ પોલીસ કર્મચારીઓનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતીઓ પણ તાજેતરમાં બનેલા બે દુષ્કર્મના આરોપીઓને સજા કરવા અને સગીર પીડિતાઓને ન્યાય ઝંખી રહી છે. 
Dec 6,2019, 14:08 PM IST

Trending news