Hyderabad Rape Case: 10 દિવસમાં દિશાને ન્યાય મળ્યો, ત્યારે ગુજરાતની મહિલાઓ બોલી-ગુજરાત પોલીસ પણ બંદૂક ઉઠાવે
Hyderabad Rape Case Encounter: હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે જે થયું, તેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. એક જ સૂર ઉઠ્યો કે, પીડિતાને ન્યાય આપો, અને બળાત્કારીને આકરી સજા કરો. રાજ્યસભામાં પણ એવી દલીલો ઉઠી કે, બળાત્કારીને જાહેરમાં લોકો પાસે સોંપી દો. ત્યારે આજે હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે જ આજનો દિવસ પોઝીટિવ ફ્રાઈડે બન્યો છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. હૈદરાબાદ પોલીસે જે કર્યું તેના પર લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ હૈદરાબાદ પોલીસ કર્મચારીઓનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતીઓ પણ તાજેતરમાં બનેલા બે દુષ્કર્મના આરોપીઓને સજા કરવા અને સગીર પીડિતાઓને ન્યાય ઝંખી રહી છે.
Trending Photos
અમદાવાદ : Hyderabad Rape Case Encounter હૈદરાબાદ ગેંગ રેપને પગલે દેશભરમાં આક્રોશ પ્રસર્યો છે. હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે જે થયું, તેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. એક જ સૂર ઉઠ્યો કે, પીડિતાને ન્યાય આપો, અને બળાત્કારીને આકરી સજા કરો. રાજ્યસભામાં પણ એવી દલીલો ઉઠી કે, બળાત્કારીને જાહેરમાં લોકો પાસે સોંપી દો. ત્યારે આજે હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે જ આજનો દિવસ પોઝીટિવ ફ્રાઈડે બન્યો છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. હૈદરાબાદ પોલીસે જે કર્યું તેના પર લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ હૈદરાબાદ પોલીસ કર્મચારીઓનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતીઓ પણ તાજેતરમાં બનેલા બે દુષ્કર્મના આરોપીઓને સજા કરવા અને સગીર પીડિતાઓને ન્યાય ઝંખી રહી છે.
ગત અઠવાડિયે ગુજરાતમાં બે કાળજુ કંપાવનારી ઘટનાઓ એકસાથે બની હતી. જેમાં રાજકોટમાં 8 વર્ષની બાળકી પર 22 વર્ષના નરાધમ યુવકે બળાત્કાર કર્યો હતો. એ જ દિવસે વડોદરામાં બે યુવકો સગીરાને ખેંચીને લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે હૈદરાબાદની ડૉક્ટર દીશાના ચારેય દુષ્કર્મીઓનું પોલીસે ઢઈમ ઢાળી દીધું છે. તો ગુજરાતની બે પીડિતાઓને પણ ન્યાય થાય તેવુ લોકો ઈચ્છી રહ્યાં છે.
આજે જ્યારે હૈદરાબાદ પોલીસના સાહસ બાદ ઝી 24 કલાકે ગુજરાતી મહિલાઓ સાથે વાત કરી તો તમામે પોલીસના આ સાહસને બિરદાવ્યું હતું. તો ગુજરાતની મહિલાઓ રાજકોટની પીડિત બાળકી અને વડોદરાની સગીર યુવતીને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. વડોદરા દુષ્કર્મ કેસમાં આરોપીઓ હજી પણ પકડાયા નથી, પરંતુ રાજકોટમાં નરાધમ યુવકે 8 વર્ષની બાળકી સાથે જે હેવાનિયત આચરી તે જોઈને હૃદયના કે કટકા થઈ જાય. માતાપિતા સાથે સૂતેલી નિંદ્રાધીન બાળકીને ઉઠાવીને તેને જે રીતે પીંખવામાં આવી હતી તે જોતા એ આરોપીને પણ હૈદરાબાદના આરોપીઓની જેમ સજા થવી જોઈએ તેવુ લોકોનું કહેવું છે.
ભારતના કેટલાક રાજ્યોની જેમ ગુજરાત પણ હવે મહિલાઓ માટે અસલામત બની રહ્યું છે. ગુજરાતમાં પણ રોજેરોજ કોઈ ખૂણાખાંચરાના ગામમાંથી બળાત્કારની ફરિયાદો ઉઠે છે. લોકો કહી રહ્યા છે કે બધા દુષ્કર્મીઓના આવા જ હાલ થવા જોઈએ. ગુજરાતીની મહિલાઓએ રાક્ષસીઓના એન્કાઉન્ટરને આવકાર્યું છે. ત્યારે યુવતીઓએ કહ્યું કે, ગુજરાતની પોલીસ પણ આ રીતે હથિયાર ઉઠાવે.
ગુજરાત સરકાર પાસે કડક કાયદો લાવવાની માંગ કરી છે. મહિલાઓએ કહ્યું કે, સરકારે મહિલાઓની સુરક્ષા માટે કાયદો લાવીને કાયમી ઉકેલ લાવવો જોઈએ. આમ, ગુજરાતની દીકરીઓના માતાપિતાઓનો આક્રોશ એવો હતો કે, ગુજરાતની પીડિત બહેનોને પણ ન્યાય મળવો જોઈએ. સુરત, વડોદરા, રાજકોટના નરાધમોને પણ ઠાર કરો અને ગુજરાત પોલીસ પણ બંદૂક ઉઠાવે તેવુ ગુજરાતની મહિલાઓ કહી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે