1087 new patients

Gujarat Corona Update : નવા 1087 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1087 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51225 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 788.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1071 દર્દી નોંધાયા છે. 

Aug 14, 2020, 08:14 PM IST