25 killed

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 1871 કેસ, 5146 દર્દી સાજા થયા, 25 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યું છે. ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1,83,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોનો દર 94.40 ટકાએ પહોચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસ નોંધાયા છે. જ્યારે 5146 દર્દીઓ કોરોનામાંથી સાજા પણ થયા. અત્યાર સુધીમાં 7,62,270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

May 30, 2021, 08:23 PM IST

Gujarat Corona Update : રાજ્યમાં નવા 1078 દર્દી, 1311 સાજા થયા, 25 લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1078 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1311 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 30985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 476.69 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 દર્દી નોંધાયા છે. 

Aug 9, 2020, 07:29 PM IST