Begins News

પોરબંદરમાં પીન્ક સેલિબ્રેશનની શરૂઆત, પક્ષીઓના માનમાં અનોખા ઉત્સવની ઉજવણી શરૂ
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા બે દિવસીય પીન્ક સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેલિબ્રેશનમાં દેશભરમાંથી આવેલા પક્ષીપ્રેમીઓ જુદા-જુદા વેટલેન્ડોમાં જોવા મળતા વિવિધ પક્ષીઓેની સાથે હજારોની સંખ્યામાં વિહરતા ફ્લેમિંગોને જોઈને અનેરો રોમાંચનો અનુભવ કર્યો હતો. પોરબંદરમાં હજારોની સંખ્યામાં જોવા મળતા સુરખાબ પક્ષીઓને કારણે જ પોરબંદર શહેરને આજે સુરખાબ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારોની સંખ્યામાં લેઝર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો સહિતના પક્ષીઓને અહીથી ખુબ જ નજીકથી જોવાનો લ્હાવો પક્ષીપ્રેમીઓેને અહી મળે છે. પોરબંદરની મોકરસાગર કમીટી દ્વારા છેલ્લા 9 વર્ષથી બે દિવસીય પીન્ક સેલીબ્રેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે પણ તારીખ 11 અને 12 જૂન એમ બે દિવસીય ફ્લેમિંગો ફેસ્ટીવલનુ આયોજન કરાયુ હતું. આ સેલિબ્રેશન યોજવા પાછળના હેતુ વીશે મોકર સાગર કમીટીના પ્રમુખે એવુ જણાવ્યુ હતુ કે,પોરબંદરમાં આવેલા વેટલેન્ડો અને ફ્લેમિંગો પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તેવા હેતુથી દર વર્ષે આ પીન્ક સેલીબેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. 
Jun 12,2022, 22:54 PM IST

Trending news