Cng pump News

પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો
 ખેડાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી અમદાવાદના ઈસમો સાથે 73 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ નામના બે વ્યક્તિઓ નવો ધંધો શરૂ કરવાનું ઈચ્છા હોય તેઓએ ખેડાના કઠલાલ તાલુકાના ગામે આવેલ રાયકા પેટ્રોલ પમ્પ ના માલિક સાથે પેટ્રોલ પંપ ખરીદવા બાબતે વાતચીત કરી હતી. શરૂઆતમાં કમલેશભાઈ અને હસમુખભાઈ સાથે જુદા જુદા 73 લાખના સોદા થયા બાદ આ ચીટર ગેંગ એ તેમની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ જ્યારે વાત આવી દસ્તાવેજ કરવાની ત્યારે અશોકભાઈ નાગજીભાઈ રબારી, રમેશભાઈ શંકરભાઈ રબારી અને હુસૈન મહંમદ સલીમ ભાઈ ચૌહાણ એ આ ફરિયાદીને મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધાકધમકી આપી ત્યાંથી કાઢી મુક્યા હતા. 
Oct 3,2020, 20:35 PM IST

Trending news