Daily consumption News

AHMEDABAD સિવિલ હોસ્પિટલમાં રોજનાં 55000 કિલો ઓક્સિજનનો વપરાશ
કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઈ રહી છે. લીક્વીડ ઓક્સિજન ટેંકથી સેન્ટ્રલ લાઇન દ્વારા વોર્ડમાં ઓક્સિજન પહોંચતો હોવાના કારણે ઓક્સિજન સપ્લાય બંધ થઇ જવાને કોઇ અવકાશ નથી . ઓક્સિજન લેતી વખતે ભેજવાળુ રહે તે માટે ડિસ્ટીલ વોટર(પાણી)નો ઉપયોગ કરવામાં આવે છે : મશીનમાં પાણીના પરપોટા દેખાવાનું બંધ થઇ ગયા બાદ પણ ઓક્સિજનનો પ્રવાહ સતત વહેતો જ રહે છે. 
Apr 20,2021, 22:23 PM IST

Trending news