Dams in gujarat News

52% વરસેલા વરસાદે ગુજરાતના 42 ડેમોને પાણીથી છલોછલ કરી દીધા
રાજ્યભરમાં હાલ ચોમાસાની મોસમ પૂરબહારમાં છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ પ્રાંત એવા હશે જ્યાં વરસાદ વરસ્યો ન હોય. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેરબાન છે. વડોદરામાં તો પૂરની સ્થિતિ પણ ઉભી થઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ સુધી સરેરાશ 52 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 1૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 7૦ થી 1૦૦ ટકા ભરાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે. આ માહિતી રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળી છે.   
Aug 3,2019, 13:29 PM IST

Trending news