Ebola Virus: ઈબોલા વાયરસના વધતાં જોખમ વચ્ચે ભારતમાં પણ આ વાયરસને લઈને હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેવા વિશે દરેક વ્યક્તિને જાણકારી હોવી જોઈએ. તો ચાલો તમને જણાવીએ ઈબોલા વાયરસ વિશે બધું જ.
Breaking News :ઈબોલા વાયરસને લઈને ગુજરાત એલર્ટ થયું છે. ગુજરાતમાં એક શંકાસ્પદ કેસ સામે આવતાં સંપર્કમાં આવેલા 4 લોકોને કવોરંટાઈન કરી દેવામાં આવ્યા છે. જેમના સેમ્પલ લઈને પુના મોકલી આપવામાં આવ્યા છે.યુગાન્ડા, કોંગો સહિતના દેશોમાંથી આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.SVP હોસ્પિટલમાં 60 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
Ahmedabad Civil Hospital: ઈબોલા વાયરસને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 30 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. 14 બેડ ઇબોલા પોઝિટિવ માટે જયારે 16 સસ્પેક્ટેડ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરવામાં આવી.
Ebola Virus Alert: દેશમાં ઇબોલા વાયરસને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, દેશમાં હાલમાં ઇબોલાનો એક પણ કેસ નથી, તેમ છતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આ સંક્રમણને પહોંચી વળવાની તૈયારીઓ માટે એક હાઈ-લેવલ મીટિંગ બોલાવીને સમીક્ષા કરી અને જરૂરી નિર્દેશો આપ્યા છે. બીજી તરફ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ SOP જાહેર કરી છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
Ebola Virus Outbreak: થોડા વર્ષો પહેલા કોરોના નામની મહામારીએ આખા વિશ્વને હચમચાવી દીધુ હતું અને વળી પાછો એક નવો વાયરસ દુનિયાને પોતાના ભરડામાં લેવા માટે ધમપછાડા કરી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ મામલે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી પણ જાહેર કરી છે. ભારતે પણ સ્થિતિની ગંભીરતા જોતા કેટલાક આફ્રીકી દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
Ebola Virus : દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધિત એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. DGHSએ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે.
Ebola Virus: દુનિયામાં વધુ એક વાયરસ ફેલાવા લાગ્યો છે, જેને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાઈ રહ્યો છે. તેવામાં અહીં જાણો કે શું ભારત પણ ઈબોલા વાયરસની ઝપેટમાં છે કે નહીં, અને આ વાયરસથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે.
Ebola Virus: આ વાયરસ વાંદરાઓથી ફેલાય છે અને દર વર્ષે 15000થી વધુના મોતનું કારણ બને છે. એક અહેવાલ મુજબ, મધ્ય અને પશ્ચિમ એશિયામાં સૌથી વધુ કેસ જોવા મળે છે. તેનું નામ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલી નદી પરથી રાખવામાં આવ્યું છે.
Congo Ebola Outbreak : હંતા વાયરસથી હજુ છુટકારો મળ્યો નથી, ત્યાં વિશ્વમાં વધુ એક વાયરસની એન્ટ્રી થઈ છે. ઈબોલા વાયરસે ફરી આક્રમણ કર્યું છે. ઈબોલા વાયરસે આફ્રિકાના કોંગોમાં 65 લોકોના જીવ લઈ લીધા છે. આ ઘટનાથી WHO પણ એલર્ટ થઈ ગયું છે, અને 5 લાખ ડોલરની મદદ પણ મોકલી છે
Marburg Virus Fatality Ratio: એક નવો વાયરસ મારબર્ગ વાયરસ (Marburg Virus) આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં (Equatorial Guinea) પ્રવેશ્યો છે અને તેના ચેપને કારણે અત્યાર સુધીમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે.