ફુટબોલની દુનિયાનું નવું બાદશાહ સ્પેન બની ગયું છે. ફુટબોલ વિશ્વકપ 2026ની ફાઈનલમાં સ્પેને આર્જેન્ટીનાને 1-0થી હરાવી ટ્રોફી કબજે કરી છે. 2010 બાદ સ્પેન બીજીવાર ફુટબોલમાં વિશ્વ વિજેતા બન્યું છે. સ્પેનની જીત સાથે એક સંયોગ બની ગયો છે. તેવામાં સવાલ થઈ રહ્યો છે કે શું ભારતીય ટીમ આગામી વર્ષે વનડે વિશ્વકપ જીતશે?
Donald Trump Video: 2026 ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેનની જીત બાદ ટ્રોફી સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી અને ભીડના હોબાળાએ હેડલાઇન્સ બનાવી. સ્પેનની જીત બાદ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Football World Cup Winners List: 19 જુલાઈના રોજ ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં સ્પેન વિજેતા બન્યું છે. 1930થી 2026 સુધી ફિફા વર્લ્ડ કપ જીતનાર તમામ ટીમોની સંપૂર્ણ યાદી અમે તમને જણાવી રહ્યા છે, જેમાં કયા દેશે ફૂટબોલની સૌથી મોટી ટ્રોફી કેટલી વાર જીતી છે અને સૌથી સફળ ચેમ્પિયન કોણ છે.
FIFA World Cup 2026 Awards: ફીફા વર્લ્ડ કપ સ્પેને પોતાના નામ કર્યો છે. ફાઈનલમાં સ્પેને આર્જેટીનાને 1-0 થી હરાવી વર્લ્ડ કપ જીત્યો છે. ફાઈનલમાં સ્પેનને ફેરાન ટોરેસના નિર્ણયાક ગોલથી જીત મળી છે. વર્લ્ડ કપ દરમિયાન કયા ખેલાડીએ કયા એવોર્ડ જીત્યા તેનું લિસ્ટ પણ સામે આવી ગયું છે.
ફીફા વર્લ્ડ કપ 2026 માં ગોલ્ડન બૂટનો ખિતાબ ફ્રાંસના ખેલાડી કિલિયન એમ્બાપ્પેએ પોતાના નામ કર્યો છે. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે. કિલિયન એમ્બાપ્પે વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ બીજીવખત જીતનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે.
FIFA World Cup 2026 Prize Money: ગત ચેમ્પિયન આર્જેન્ટીનાનું સતત બીજીવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. સ્પેને 1-0થી હરાવીને વિશ્વ વિજેતા ખિતાબ પોતાના નામે કર્યો. આ સાથે જ ચેમ્પિયન બનેલી ટીમ સ્પેન પર પૈસાનો વરસાદ થયો છે. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈ પણ વિજેતા ટીમને મળેલી આ સૌથી મોટી પ્રાઈસ મની છે. જાણો વિગતો.
FIFA World Cup 2026: જાપાને પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલ સામે પહેલો ગોલ કરીને એશિયન તાકાતનો પરચો બતાવ્યો, તો બીજી તરફ આ ટૂર્નામેન્ટ પણ વિવાદો સાથે અસ્પષ્ટ રીતે જોડાયેલી રહી.
Spain vs Argentina FIFA World Cup Final : ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં સ્પેને જબરદસ્ત પ્રદર્શન કરતા ગતચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી દીધુ. ફેરાન ટોરેસના શાનદાર ગોલના કારણે લિયોનેલ મેસ્સીનું સપનું ચકનાચૂર થયું. સ્પેને આર્જેન્ટીનાને 1-0થી હરાવીને બીજીવાર ખિતાબ પોતાના નામે કર્યો. મેસ્સીનું સતત બીજીવાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું. જ્યારે સ્પેને 16 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ બીજીવાર આ ચમચમાતી ટ્રોફી જીતી.
FIFA WORLD CUP 2026: સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે ફુટબોલ વિશ્વકપ 2026નો ફાઈનલ મુકાબલો રવિવારે મોડી રાત્રે 12.30 કલાકે (ભારતીય સમયાનુસાર) શરૂ થશે. આ મેચ જે ટીમ જીતશે તેને 50 મિલિયન યુએસ ડોલર (આશરે 481 કરોડ રૂપિયા) ની ઈનામી રકમની સાથે દુનિયાની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટ્રોફી આપવામાં આવશે.
England vs France: ફુટબોલ વિશ્વકપ 2026ની ત્રીજા સ્થાનની મેચમાં ઈંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે.
FIFA President Praises Zee TV : FIFA વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પૂર્વે FIFA પ્રમુખે Zee TV માટે ખાસ વીડિયો સંદેશ પાઠવ્યો છે. આ સંદેશમાં તેમણે ભારતમાં ફૂટબોલના વિકાસ અને રમતના પ્રચાર-પ્રસાર માટે Zee TVએ કરેલા પ્રયાસોની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે Zee TV સાથેની ભાગીદારી માત્ર પ્રસારણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેણે દેશમાં ફૂટબોલને વધુ લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
FIFA World Cup 2026 Winners Ring: ફીફા ઇતિહાસમાં પહેલીવાર સ્પેન કે અર્જેન્ટીનાના વિજેતાઓને ચેમ્પિયનશિપ રિંગ મળશે. ફેન્સ માટે પણ 1996 રિંગ્સ વેચાશે.
Football World Cup 2026 Final: પશ્ચિમ બંગાળના મંત્રી ઇન્દ્રનીલ ખાને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં મોટી સ્ક્રીન પર લાઇવ બતાવવામાં આવશે.
Football World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ આર્જેન્ટીના અને સ્પેન વચ્ચે રમાશે. આ મેચને જોવા માટે દુનિયાભરના દિગ્ગજો અમેરિકાના ન્યૂજર્સીમાં ભેગા થશે. પરંતુ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલેઈ નહીં આવે. તેમણે પોતાના અંધવિશ્વાસના પગલે ઘરેથી જ ટીમને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે.
FIFA World Cup 2026 Golden Boot Race: લિયોનેલ મેસ્સીએ આ વખતે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા છે અને 4 આસિસ્ટ કર્યા છે. ગોલ્ડન બૂટની રેસમાં હાલ આર્જેન્ટીના ટોચ પર છે. પરંતુ હજુ પણ 3 ખેલાડીઓ મેસ્સી માટે પડકાર બનેલા છે.
FootBall WORLD CUP 2026: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ સોમવાર, 20 જુલાઈ, 2026ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે. આ મેચ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાશે.
FootBall World Cup Final 2026: વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી FIFA વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હાજરી આપશે. તેઓ વિજેતા ટીમને ટ્રોફી રજૂ કરશે.
FIFA World Cup 2026 France v England: ફુટબોલ વિશ્વકપ 2026મા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રમાનાર ત્રીજા સ્થાન માટેનો મુકાબલો રોમાંચક રહેવાનો છે. જાણો કેમ આ મેચ ગોલ્ડન બૂટની રેસ, પ્રાઇસ મની અને ઐતિહાસિક રેકોર્ડ માટે મહત્વપૂર્ણ છે.
લિયોનેલ મેસ્સી એકવાર ફરી ફુટબોલ વિશ્વકપમાં ઈતિહાસ રચવાની નજીક છે. આર્જેન્ટીનાનો કેપ્ટન મેસ્સી ત્રીજીવાર ફુટબોલ વિશ્વકપ ટૂર્નામેન્ટા સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલ એવોર્ડ જીતવાનો સૌથી મોટો દાવેદાર છે.
સ્પેને આર્જેન્ટીના વિરુદ્ધ રમાનાર ફુટબોલ વિશ્વકપ 2026ના ફાઇનલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ મહામુકાબલા પહેલા લામિન યમાલ અને પેડ્રો પોરોની ફિટનેસ ટીમ માટે ચિંતાનો વિષય બની છે.
Spain-Team India: સ્પેનના ફુટબોલ વિશ્વકપની ફાઈનલ રમવાનું કનેક્શન ટીમ ઈન્ડિયા સાથે જોડાયું છે. તેનાથી ભારતીય ટીમને લોટરી લાગી છે. છેલ્લે 16 વર્ષ પહેલા આ કમાલ જોવા મળ્યો હતો.
FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટીનાની ટીમ ફુટબોલ ચેમ્પિયન બનવા માટે આમને-સામને ટકરાશે. આ મુકાબલામાં મેસ્સીનો સામનો તેની સામે થશે, જેને તેણે એક સમયે ખોળામાં રમાડ્યો હતો.