tharad

થરાદની નર્મદા કેનાલ બની મોતનો કૂવો, એક જ દિવસમાં ચાર જિંદગી ભરખી ગઈ

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે આપઘાત કર્યાની ઘટનાના થોડા સમય બાદ વધુ એક યુવકે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે

Jul 17, 2021, 05:39 PM IST

કરુણતા : થરાદમાં મહિલાએ 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 3 ના મોત

બનાસકાંઠામાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે ઝંપલાવ્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર પોતાની 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ડૂબવાથી મહિલા અને તેની બે બાળકીઓ સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. બે બાળકીઓને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી છે. ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. 

Jul 17, 2021, 12:43 PM IST

અલ્પેશ કથીરિયા જન્મદિન મામલો : 15થી વધુ સામે ગુનો નોંધાયો, 7ની અટકાયત

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત 7 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 15 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ 1 ASI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.  

Dec 25, 2020, 02:05 PM IST

કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા પાસ નેતા અલ્પેશ કથીરિયા, ફાર્મહાઉસમાં ડાયરો કરીને ઉજવ્યો જન્મદિન

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. 

Dec 25, 2020, 09:20 AM IST

થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’

  • મામલો પ્રકાશમાં આવ્યા બાદ ડાયરાના આયોજક ધનજી ચૌધરીની પોલીસે અટકાયત કરી 
  • આયોજક ધનજી ચૌધરીએ ઝી 24 કલાક પર માફી માગી હતી અને કહ્યું હતું કે, મારો કોઈ વાંક નથી
  • ASPએ કહ્યું, સ્થાનિક પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે

Dec 24, 2020, 11:53 AM IST

કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો

કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી. વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. 

Dec 24, 2020, 09:25 AM IST
raid on banaskatha jetada villege gambling den PT1M4S

બનાસકાંઠા: થરાદના જેતડા ગામમાંથી જુગારધામ ઝડપાયું

13 held in raid on banaskatha jetada villege gambling den watch video on zee 24 kalak.

Jun 5, 2020, 01:25 PM IST
Banaskantha: Lockdown and f Article 144 violation in tharad PT1M2S

બનાસકાંઠાઃ થરાદમાં લૉકડાઉન અને કલમ 144નો ભંગ

Banaskantha: Lockdown and f Article 144 violation in tharad

Apr 15, 2020, 10:50 AM IST
Tharad MLA Wrote Letter To CM Rupani PT3M39S

થરાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

બનાસકાંઠાના દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા બાદ હવે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્રમાં જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઈ હતી. દિયોદર, લાખણી અને થરાદમાંથી પસાર થઈ સુજલામ સુફલામ કેનાલ શોભના ગાંઠીયા સમાન બની ગઈ હોવાનો ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો. કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં થરાદ, લાખણી અને દિયોદરના ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલનો લાભ મળતો નથી.

Jan 28, 2020, 08:30 PM IST
Customers Lock Out Bank Of Dod Village In Tharad PT1M35S

થરાદના ડોડગામેની બેંકને ગ્રાહકોએ માર્યા તાળા

થરાદના ડોડગામની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને ગ્રાહકોએ તાળા માર્યા. સતત 15 દિવસથી ગ્રાહકોને બેંકમાંથી નાણાં ન મળતાં રોષે ભરાયેલા ગ્રાહકોએ અધિકારીઓને બેંકની બહાર કાઢી તાળા માર્યા હતા. ગ્રાહકોએ બેંકને તાળા મારી બેંકની હેડઓફિસ પાટણમાં જાણ કરી હતી. ગ્રાહકો અને ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોવા છતાં બેંક ધક્કા ખવડાવી રહી હતી.

Jan 27, 2020, 06:35 PM IST
Fraud With Pomegranate Dealer In Tharad Of Banaskantha PT4M20S

બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી

બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 4, 2020, 02:30 PM IST
A Large Herd Of Locusts Entered In Tharad Diocese PT9M26S

તીડનું એક મોટું ઝૂંડ થરાદ પંથકમાં પ્રવેશ્યું, રાજ્યની 18 ટીમો લાગી કામે

પાકિસ્તાનના આંતકી કહી શકાય તેવા તીડનો તરખાટ (Loctus attack) હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા બાદ હવે સાબરકાંઠા સુધી તીડનો આતંક પહોંચી ગયો છે. ત્યારે તીડને ભગાડવા ખેડૂતોએ અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તીડને અટકાવવા સરકારની ટીમ લાગે કામે લાગી છે.

Dec 25, 2019, 12:20 PM IST
MP Parbat Patel Inspected The Locusts Affected Area In Tharad PT5M9S

તીડ પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું સાંસદ પરબત પટેલે, ખેડૂતો સાથે કરશે ચર્ચા

આજે તીડ પ્રભાવિત થરાદના ભરડાસર ગામની સંસદ પરબત પટેલ અને ખેતીવાડી અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તીડ પ્રભાવિત વિસ્તારોને લઇને સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, ખુબ મોટી સંખ્યામાં તીડનો કાફલો ગુજરાતના સરહદીય વિસ્તારમાં આવી પહોંચ્યો છે અને ખેડુતોના ઉભો પાક નાશ કરી નાંખ્યો છે. ખેડૂત મારી સાથે ફોન વાત કરતાં રડી પડ્યા હતા. ખેડુતોને લાખોનું નુકસાન થયું છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને રજુઆત કરી છે. રાજ્યના કૃષિ મંત્રીને પણ વાત કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ કામ કરી રહી છે. રાજસ્થાનમાં બે દિવસ તીડ રોકાયા હતા. જો રાજસ્થાન સરકારે કામગીરી કરી હોત તો ગુજરાતમાં તીડ આવ્યા નહતો.

Dec 25, 2019, 12:15 PM IST
Notice Issued By Narmada Nigam To Farmers In Tharad Of Banaskantha PT39S

બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમે ખેડૂતોને ફટકારી નોટિસ

બનાસકાંઠાના થરાદ નર્મદા નિગમની કચેરીએ ખેડૂતોને નોટિસ આપી છે. નર્મદાની કેનાલમાં ખેડૂતોએ લગાવેલી અનએધિકૃત મશીનો અને પાઈપ હટાવવા નોટિસ આપવામાં આવી છે. બે દિવસમાં ખેડૂતો મશીન અને પાઈપ નહીં હટાવે તો પોલીસ કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Dec 18, 2019, 01:10 PM IST
Unseasonal Rain: Rainfall In Tharad, Lakhani And Dhanera Of Banaskantha District PT3M53S

કમોસમી વરસાદ: બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં વરસાદી છાંટા

કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

Dec 12, 2019, 10:50 AM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

Oct 24, 2019, 10:16 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા. 

Oct 24, 2019, 05:10 PM IST

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

Oct 24, 2019, 04:50 PM IST

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

Oct 24, 2019, 04:14 PM IST