Generate News

VADODARA: દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ, 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે
શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. 
Jul 1,2021, 20:32 PM IST

Trending news