hold silent rallies

MORBI: કોંગ્રેસ આગેવાન પર જીવલેણ હૂમલો, વિરોધ માટે મૌન રેલીને તંત્ર દ્વારા મંજૂરી જ ન અપાઇ

શહેરમાં કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોંગ્રેસ દ્વારા આજે મૌન રેલી કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે આ મૌન રેલીની મંજૂરી માટે તંત્ર દ્વારા આંટીઘૂંટીઓ ઊભી કરી દેવામાં આવી હતી. જેથી કરીને મંજૂરી મળતાં લગભગ દોઢ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો. જેથી કરીને અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા મૌન રેલીને રદ કરવામાં આવી હતી. જો કે, તંત્ર વાહકોના કહેવા પ્રમાણે મંજૂરી માટે જરૂરી અભિપ્રાય સાથે અરજી આવેલ નથી. હજુ સુધી મંજૂર કરવામાં આવેલ નથી અને અરજી આવશે પછી યોગી કાર્યવાહી કરવામાં આવશે. 

Feb 16, 2021, 05:48 PM IST