7th Pay Commission: નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું

7th Pay Commission: કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. સરકાર જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3થી 4 ટકા સુધીના ડીએ વધારાની જાહેરાત  કરી શકે છે. 

7th Pay Commission: નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3-4 ટકા સુધીના DA વધારાની જાહેરાત કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગૂ માનવામાં આશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો સરકાર જાન્યુઆરીના ડીએ વધારાની જાહેરાત માર્ચમાં કરે છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત ભલે ગમે ત્યારે કરે પરંતુ તેને લાગૂ  તો 1 જાન્યુઆરીથી જ માનવામાં આવે છે. સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. 

હાલ 53 ટકા છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત
ગત વર્ષે પણ ડીએમાં વધારો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં કરાયો હતો. પરંતુ તેને લાગૂ 1 જુલાઈથી ગણવામાં આવ્યો હતો. સરકારે ઓક્ટોબરમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. ત્યારે ડીએ વધીને 53 ટકા થયું હતું. તે અગાઉ માર્ચ 2024માં ડીએ 4 ટકા વધ્યું હતું. ત્યારે મોંઘવારી ભથ્થું 4 ટકા વધવાથી બેઝિક પેના 50 ટકા થયું હતું. હવે ડીએ બેઝિક સેલરીના 53 ટકા છે. આ સાથે જ પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (DR) પણ 53 ટકા છે. DA અને DR દર વર્ષ બે વાર વધારવામાં આવે છે. DA કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે જ્યારે DR પેન્શનર્સને આપવામાં આવે છે. 

શું 57 ટકા થશે મોંઘવારી ભથ્થું?
જો સરકાર 4 ટકા ડીએ વધારે તો ડીએ વધીને 57 ટકાથ શે. જો સરકાર નવા વર્ષમાં ડીએ 3 ટકા વધારે તો તે વધીને 56 ટકા થશે. હાલમાં જ સંસદમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ  કર્યું હતું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆરના બાકી ચૂકવવાની સંભાવના જોઈ રહી નથી. મંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર બાકી રકમ ચૂકવવા પર કોઈ વિચાર કરી રહી નથી. કોવિડ  સમયમાં ડીએ અને ડીઆર રોકવામાં આવ્યા હતા. કોવિડ મહામારીના કારણે આર્થિક પરેશાનીઓના પગલે જાન્યુઆરી 2020, જુલાઈ 2020, અને જાન્યુઆરી 2021ના ત્રણ હપ્તા રોકવામાં આવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news