indirectly hinted

નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો

રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.

Sep 21, 2020, 11:54 PM IST

સુરત: કોંગ્રેસીઓ માટે ભાજપના દરવાજા બંધ, સી.આર પાટીલે આડકતરો ઇશારો કર્યો

સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતનાં કાર્યક્રમમાં રાજ્યનાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલે સંબોધનમાં કોંગ્રેસના કાર્યકરો માટે હવે ભાજપમાં નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ઇલેક્શન જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય.

Jul 25, 2020, 11:07 PM IST