સુરત: કોંગ્રેસીઓ માટે ભાજપના દરવાજા બંધ, સી.આર પાટીલે આડકતરો ઇશારો કર્યો

સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતનાં કાર્યક્રમમાં રાજ્યનાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલે સંબોધનમાં કોંગ્રેસના કાર્યકરો માટે હવે ભાજપમાં નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ઇલેક્શન જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય.
સુરત: કોંગ્રેસીઓ માટે ભાજપના દરવાજા બંધ, સી.આર પાટીલે આડકતરો ઇશારો કર્યો

સુરત : સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતનાં કાર્યક્રમમાં રાજ્યનાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલે સંબોધનમાં કોંગ્રેસના કાર્યકરો માટે હવે ભાજપમાં નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ઇલેક્શન જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય.

પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત પ્રાપ્ત કરે તે જ આપણી આવડત છે. તેના માટે આપણે કોઇની પણ મદદ લેવાની જરૂર નથી. માટે પાટીલે આડકતરી રીતે કોંગ્રેસ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયો હોવાનો ઇશારો કરી દીધો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલના સંગઠનમાં આવ્યા બાદ હવે મોટા ફેરફારો થાય તેવી શક્યતા છે. સમગ્ર માળખામાં મોટા પ્રમાણમાં ઉથલ પાથલ થાય તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. ભાજપમાં હવે જો કે કોંગ્રેસીઓ માટે દરવાજા દેવાઇ ગયા હોવાનો સ્પષ્ટ ઇશારો પ્રદેશ પ્રમુખ તરીકે આપી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news