Khushboo sundar News

બાળપણથી જ બની પિતાના શોષણનો ભોગ, 53 વર્ષની અભિનેત્રીએ સહન કર્યું ઘણું બધુ
Actress Reacts On Hema Committee Report: 2017-18માં MeToo ચળવળ પછી, ભારત અને વિદેશની ઘણી મહિલા કલાકારોએ ઉદ્યોગમાં જાતીય શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. જેની લહેર ખૂબ જ ઝડપથી આગળ વધી હતી. આ દરમિયાન બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ સામે આવી, જેમણે પોતાની સાથે થયેલા શોષણ વિશે ખુલીને વાત કરી. ત્યારે હેમા કમિટીના રિપોર્ટ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. પુરૂષ અભિનેતાઓ, દિગ્દર્શકો અને પ્રભાવશાળી લોકો પર કાસ્ટિંગ કાઉચ અને યૌન શોષણનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. MeToo મુવમેન્ટ દરમિયાન પણ ઘણી મહિલા કલાકારોએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હવે હેમા કમિટીના રિપોર્ટ બાદ સાઉથ સિનેમા પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીએ પણ બાળપણમાં થયેલા શોષણ અંગે ખુલીને વાત કરી હતી. જણાવ્યું કે તેના પિતા તેનું કેવી રીતે શોષણ કરતા હતા. 
Aug 31,2024, 15:25 PM IST

Trending news