know your army

Know your army: જામનગરમાં એરફોર્સ દ્વારા એર શોનું આયોજન

આજની યુવા પેઢી ડોકટર અને એન્જીનિયર બનાવાની હોડમાં લાગી છે ત્યારે આવાનારી યુવા પેઢી વધુને વધુ સેનામાં જોડાયા તેવા શુભ ઉદેશ સાથે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તમારી સેનાને જાણો (know your army) નો અનોખો કાર્યક્મ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર શહેરની 800 જેટલા જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના યુવાનો અને શહેરીજનોએ એરફોર્સ સ્ટેસનમાં યોજાયેલ સ્ટેટેજીક ડીસ્પેલ ની મુલાકાત લીધા બાદ ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરનું લાઇવ ડેમોસ્ટેશન નિહાળ્યું હતું. તમારી સેનાને જાણો કાર્યક્રમને એરફોર્સ સ્ટેશનના વડા એરકોમોડર એમ.એસ.દેશવાલ ( વી.એમ ) વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Jan 24, 2020, 08:05 PM IST

જામનગરમાં સેનાના જવાનોના દિલધડક સ્ટંટ જોઇને તમે પણ કહેશો હેટ્સ ઓફ ઇન્ડિયન એરફોર્સ

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ‘તમારી સેનાને જાણો’ અદભૂત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જવાનોએ યુદ્ધના દિલધડક કરતબ કર્યા હતા અને આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

Jan 25, 2019, 08:54 AM IST