National institute of pharmaceutical education and research News

દેશની ટોચની ફાર્મા ક્ષેત્રની 10 શૈક્ષણિક સંસ્થાઓ NIPERનો સમાવેશ
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર), અમદાવાદે નેશનલ ઈન્સ્ટીટયુટ રેંકીંગ ફ્રેમવર્ક (NIRF)ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળની ટોચની 10 ફાર્મા શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રેંકીંગમાં સમાવેશ પામીને  એક ઐતિહાસિક સિમાચિન્હ હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદનો દેશની ટોચની ફાર્મા ક્ષેત્રની 10 શૈક્ષણિક સંસ્થાઓમાં ૯ માં ક્રમાંકે સ્થાન હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદ ટીચીંગ, લર્નિંગ અને રિસોર્સીસ (ટીએલઆર)માં ભારતની નંબર-1 ફાર્મા ઈન્સ્ટીટયુટ તરીકે ચાલુ રહી છે.એનઆઈઆરએફના રેંકીંગ 5 માપદંડ પર આધારિત હોય છે, જેમાં ટીચીંગ અને લર્નીંગ રિસોર્સીસ, સંશોધન અને પ્રોફેશનલ પ્રેક્ટીસ, ગ્રેજ્યુએશનના પરિણામો, પહોંચ અને સમાવેશિતા તથા દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.
Apr 10,2019, 16:05 PM IST

Trending news