લોકડાઉન સ્પેશ્યલ ટ્રેન News

BJP નું શાસન ન હોય તેવા રાજ્યોએ ચોક્કસ રણનીતિ હેઠળ ભાડા વસુલ્યા
કોરોના અને લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓપોત પોતાના ઘેર પરત ફરી રહ્યા છે. એવામાં ટ્રેનોથી પરત ફરી રહેલા આ મજૂરો માટે વિવાદ પેદા થઇ ચુક્યો છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે, કોરોના સંકટ વચ્ચે આ મજબુર મજુરો પાસેથી ભાડાના પૈસા વસુલી રહ્યા છે. જ્યારે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 15 ટકા રાજ્ય સરકારે ઉઠાવવાનાં રહે છે.આ તરફ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી મજૂરોનું ભાડુ ચુકવશે. આ રાજનીતિક વિવાદ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે, શું બિન ભાજપ શાસિત રાજ્યોએ એક રણનીતિ હેઠળ મજૂરો પાસેથી ભાડા વસુલવાના શરૂ કર્યા છે. રેલવેના અનુસાર કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી જનારા યાત્રીઓ પાસે ભાડાઓ વસુલવામાં આવી રહ્યા છે, બાકી રાજ્યોએ મફતમાં મજૂરોની મુસાફરી કરાવી છે. કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર નથી.
May 4,2020, 22:15 PM IST

Trending news