પેટ્રોલની ચિંતા હોય અને ટાઇટ બજેટ હોય તો ખરીદો આ સસ્તી બાઇક્સ, મળશે જોરદાર માઇલેજ

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે અને આ અત્યારે સસ્તી અને વ્યાજબી મોટરસાઇકલ ખૂબ કારગર વિકલ્પ બની સામે આવી છે. તેની કિંમત ઓછી હોય છે અને માઇલેજના મામલે પણ આ બધાને માત આપે છે.

Updated By: Nov 26, 2021, 11:32 PM IST
પેટ્રોલની ચિંતા હોય અને ટાઇટ બજેટ હોય તો ખરીદો આ સસ્તી બાઇક્સ, મળશે જોરદાર માઇલેજ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે અને આ અત્યારે સસ્તી અને વ્યાજબી મોટરસાઇકલ ખૂબ કારગર વિકલ્પ બની સામે આવી છે. તેની કિંમત ઓછી હોય છે અને માઇલેજના મામલે પણ આ બધાને માત આપે છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી હજુ સમય લાગશે, તો બીજી તરફ હાલ મોટરસાઇકલ સૌથી ઓછું પેટ્રોલ ખર્ચ કરે છે. મિડલ ક્લાસ પરિવારોનું આ સૌથી મનપસંદ સેગમેંટ છે જે 1 દાયકાથી પણ વધુ સમયથી તેમને પ્રાથમિકતા બનેલી છે. આ સમાચારમાં અમે તમને આપી રહ્યા છીએ 50,000 રૂપિયાથી ઓછી કિંમતવાળી બાઇક્સની જાણકારી જેની માઇલેજ પણ ધાકડ છે. 

Bajaj CT 100
Bajaj CT 100 કંપનીની સૌથી સસ્તી બાઇક છે જેને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ સાથે વેચવામાં આવી રહી છે. તેની મુંબઇમાં શરૂઆતી એક્સશો રૂમ કિંમત 44,073 રૂપિયા છે જે ટોપ મોડલ માટે 60941 રૂપિયા સુધી જાય છે. આ બાઇક 50,000 રૂપિયાથી ઓછા બજેટવાળી સૌથી સારી બાઇક્સમાં સામેલ છે અને તેની સાથે 102 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે. એક લીટર પેટ્રોલમાં આ બાઇકને 90 કિમી સુધી ચલાવવામાં આવી શકે છે. 

TVS Sport
TVS Sport એક સ્ટાઇલિશ દેખાતી બાઇક છે જેની સાથે કેટલાક સારા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેની સાથે 99.7 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે જે 7.8 પીએસ તાકાત અને 7.5 એનએમ પીક ટોર્ક બનાવે છે. આ એન્જીન 4-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકનો આગળનો ભાગ ટેલિસ્કોપિક ફોકર્સ અને પાછળનો ભાગ ટ્વિન શોક અબઝોર્વર્સની સાથે આવે છે. આ બાઇકને 1 લીટર પેટ્રોલમાં 75 કિમી સુધી ચલાવવામાં આવી શકે છે. મુંબઇમાં તેની શરૂઆતી એકશો રૂમ કિંમત 41,981 રૂપિયાથી શરૂ થઇને 50,697 રૂપિયા સુધી જાય છે. 

Hero HF Deluxe
ભારતીય બજારમાં આ બાઇકને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે અને આ 5 વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાઇક સાથે 97.2 સીસી એન્જીન મળે છે જે 8.36 પીએસ તાકાત અને 8.05 એનએમ પીક ટોર્ક બનાવે છે. 1 લીટર પેટ્રોલમાં આ બાઇક 82.9 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની મુંબઇમાં એક્સશો રૂમની કિંમત 39,990 રૂપિયાથી શરૂ થઇને 56,025 રૂપિયા સુધી જાય છે. આ સાથે ઇંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ, 5-સ્પોક એલોય વ્હીલ્સ અને હેડલાઇટ્સ ઓન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

Bajaj Platina 100
Bajaj Platina 100 પણ સૌથી વ્યાજબી બાઇક્સમાં સામેલ છે જેને પહેલીવાર 2005 માં લોન્ચ કરવામાં આવી હતી અને કંપનીએ અત્યાર સુધી આ બાઇકની 5 લાખ યૂનિટ વેચી લીધા છે. આ બાઇક કિક-સ્ટાર્ટ અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાં ઉપલબ્ધ છે અને તેની શરૂઆતી એક્સશો રૂમ કિંમત 47,648 રૂપિયા છે જે ટોપ મોડલ માટે 55,181 રૂપિયા સુધી જાય છે. બાઇક સાથે 102 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે અને 1 લીટર પેટ્રોલમાં બાઇકને 90 કિમી સુધી ચલાવી શકાય છે.