TOKYO OLYMPIC દરમિયાન પણ જાપાનમાં ઈમરજન્સી લાગૂ રહેશે, દર્શકો વિના યોજાશે રમતો

કોરોનાના કારણે ટોક્યો ઓલિમ્પિકની રમતોમાં આ વખતે ચાહકોની ગેરહાજરીમાં યોજાશે. જાપાનના અખબાર 'ધ અસાહિ'માં આ મામલે એક માહિતી આપવામાં આવી છે. જાપાનમાં હાલમાં કોરોનાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી છે. અને વધતાં જતા કેસોને ધ્યાનમાં રાખીને, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પણ ઈમરજન્સી યથાવત રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

TOKYO OLYMPIC દરમિયાન પણ જાપાનમાં ઈમરજન્સી લાગૂ રહેશે, દર્શકો વિના યોજાશે રમતો

નવી દિલ્લીઃ કોરોનાના કારણે ટોક્યો ઓલિમ્પિકની રમતોમાં આ વખતે ચાહકોની ગેરહાજરીમાં યોજાશે. જાપાનના અખબાર 'ધ અસાહિ'માં આ મામલે એક માહિતી આપવામાં આવી છે. જાપાનમાં હાલમાં કોરોનાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી છે. અને વધતાં જતા કેસોને ધ્યાનમાં રાખીને, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પણ ઈમરજન્સી યથાવત રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઓલિમ્પિક વખતે કોરોના સંક્રમણ વધી શકવાની શક્યતા સેવાઈ રહી છે. જેના પગલે જાપાનમાં જ્યાં સુધી ઓલિમ્પિક ગેમ્સ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોરોના ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. વિશેષજ્ઞોની થોડાં દિવસ પહેલાં બેઠક મળી હતી. જેમાં, આવતા સોમવારથી 22 ઓગષ્ટ સુધી જાપાનમાં ઈમરજન્સી લાદવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

શુક્રવારે લેવાશે અંતિમ નિર્ણય:
કોરોના મહામારીના કારણે 2020માં યોજાનારી ઓલિમ્પિક એક વર્ષ મોડી એટલે આ વર્ષે યોજાઈ રહી છે. 23 જુલાઈથી 8 ઓગષ્ટ સુધી આ રમતો ચાલશે. ઓલિમ્પિક દરમિયાન વિદેશી દર્શકોને એન્ટ્રી નહીં આપવામાં આવશે. જ્યારે, ઈમરજન્સી લાદવામાં આવશે. તો સ્થાનિક લોકોને પણ ઓલિમ્પિક ગેમ્સ જોવાનો મોકો નહીં મળે. આ મામલે સ્થાનિક આયોજક અને IOC વચ્ચે બેઠક મળશે. જેમાં ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન સ્થાનિક દર્શકોની હાજરી અંગે નિર્ણય લેવાશે.

ટોક્યોમાં અત્યારે નિયંત્રણો ખૂબ જ હળવા છે અને બાર અને રેસ્ટોરાંના કલાકો ઘટાડીને પણ કોરોના સંક્રમણ રોકાયું નથી. જેના પગલે જાપાની પ્રધાનમંત્રી યોશીહિદા સુગા ગુરુવારે સાંજે ઈમરજન્સીની જાહેરાત કરે તેવી સંભાવના છે. IOCના પ્રમુખ થોમસ બાક ગુરુવારે ટોક્યો પહોંચવાના છે પરંતુ તેઓ ત્રણ દિવસ માટે હોટલમાં ક્વોરન્ટાઈન રહેશે. કોરોનાની શરૂઆત પછી જાપાનમાં આ ચોથી વખત ઈમરજન્સી લાદવામાં આવશે.

ટોર્ચ રિલે પર લગાવાઈ રોક:
ટોક્યોમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે જાપાનના સાર્વજનિક સ્થળો પર નીકળતી રિલે ટોર્ચ પર પણ રોક લગાવવામાં આવી છે. ઓલિમ્પિકને કોરોનાથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news