ઓફિસમાં બોસ ખુશ, સ્કૂલમાં ટીચર ખુશ! Artificial Intelligence પાસે કરાવી શકો છો આ કામ

Artificial Intelligence: જો તમે અત્યાર સુધી AI પર તમારો આત્મવિશ્વાસ બનાવી શક્યા નથી તો અમે તમને જરૂરી કામની વાત જણાવીશું, જેના દ્વારા તમે AI ની તમારા કામમાં મદદ લઈ શકશો. 
 

ઓફિસમાં બોસ ખુશ, સ્કૂલમાં ટીચર ખુશ! Artificial Intelligence પાસે કરાવી શકો છો આ કામ

નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ એન્ટેલિજેન્સ (AI) આજકાલ ખુબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. માર્કેટમાં આજકાલ ઘણા AI Chatbot આવી ચુક્યા છે. તેનો લોકો ખુબ ઝડપથી ઉપયોગ કરી રહ્યાં છે. પછી તે કામ સ્કૂલ/ઓફિસનું હોય કે પછી પર્સનલ. આ બધા કામ તમે AI દ્વારા કરી શકો છો. તો કેટલાક લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સ અને સોફ્ટવેરથી ડરેલા છે અને તેનો ઉપયોગ કરવાથી બચી રહ્યાં છે. જો તમે પણ અત્યાર સુધી AI પર તમારો આત્મવિશ્વાસ બનાવી શક્યા નથી તો અમે તમને કેટલીક વાતો જણાવીશું, જેના દ્વારા તમે AIની તમારા કામમાં મદદ લઈ શકો છો. 

ઘર બેઠા મળશે પર્સનલ ડોક્ટર
AI તમારો પર્સનલ ડોક્ટર પણ બની શકે છે. બસ તમારે તેના પર થોડો વિશ્વાસ કરવો પડશે. જો તમે કોઈ સમસ્યા (સ્વાસ્થ્ય સાથે જોડાયેલી) ને AI ને જણાવો છો તો તે તમારી બીમારીની સારવાર વિશે જણાવશે. એટલે કે તમને તમારી સમસ્યાનો હલ મળી જશે. 

દરેક બાળક કરી શકે છે સ્કૂલ અસાઇન્ટમેન્ટ
જો તમારા ઘરમાં બાળક છે અને તેના અસાઇન્ટમેન્ટ થઈ રહ્યાં નથી તો તમે AI દ્વારા અસાઇન્ટમેન્ટ પૂરા કરાવી શકો છો.  AI Chatbot તમને તે અસાઈમેન્ટમાં સામેલ દરેક સવાલોના જવાબ આપશે, ભલે તે ઇમેજ હોય કે પછી વીડિયોમાં. તમને તત્કાલ દરેક ટોપિક્સના જવાબ મળી જશે. 

ઓફિસનું કામ મિનિટોમાં પૂરુ થશે
ઓફિસમાં PPT, Excel થી લઈને ઘણા પ્રકારના કામ હોય છે. તમને ઓફિસમાં મળેલા મોટા-મોટા પ્રોજેક્ટ પણ AI કરી શકે છે. કારણ કે તમારા દરેક ટોપિકના સવાલનો જવાબ AI પાસે હોય છે. તમે AI પૂછશો અને તમને જવાબ મળી જશે. 

જૂના પુસ્તકો વિશે કરો સર્ચ
ઘણા લોકોને જૂના પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હોય છે. તેવામાં કેટલાક એવા પુસ્તકો એવા છે જેને વાંચવાનું ક્યારેક મુશ્કેલ થતું હતું. હવે AI પર તમે તે પુસ્તકો શોધી શકો છો. જો તમે તે પુસ્તક વિશે વાંચવા ઈચ્છો છો અને તેમાં રહેલી કોઈ જાણકારી શોધવા ઈચ્છો છો તો તેનું નામ AI માં નાખીને તે જાણકારી મેળવી શકો છો. 

લેટર અને એપ્લીકેશન લખવામાં મળશે મદદ
ઘણીવાર એવું થાય છે કે ઓફિસ કે પર્સનલ વર્ક માટે આપણે લેટર કે એપ્લીકેશન લખવી પડે છે. હવે આ લેટર અને એપ્લીકેશનને લખવાના અલગ-અલગ ફોર્મેટ હોય છે. જો તમે પણ કોઈ ટોપિક પર AIથી લેટર લખાવવા ઈચ્છો છો તો તમારે AI ને સબ્જેક્ટ અને ટોપિક જણાવવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news