Honda New Bike: બોસ આના જેવું બાઈક બીજું કોઈ નઈ! માઈલેજ-મેન્ટેનસમાં બધાનો 'બાપ'
હોન્ડા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, આગામી 15 માર્ચે બાઇકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કંપની તરફથી બાઇકને 100cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તરફથી આ સેગમેન્ટમાં અત્યારે કોઈપણ બાઇકની ઓફર કરવામાં આવશે નહીં.
Trending Photos
Honda New Bike: જાપાની ટુવ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોન્ડા ખૂબ જ જલદી તેનું નવું બાઇક લોન્ચ કરશે. આ માટે કંપનીએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. આજે અમે તમને જણાવીએ કે, બાઇક ક્યારે લોન્ચ થશે અને તેની ભારતીય માર્કેટમાં શું કિંમત હશે.
આ બાઈકની બોલબાલા-
હોન્ડા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, આગામી 15 માર્ચે બાઇકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કંપની તરફથી બાઇકને 100cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તરફથી આ સેગમેન્ટમાં અત્યારે કોઈપણ બાઇકની ઓફર કરવામાં આવશે નહીં.
Aa rahi hai Honda ki Sau, ye zyada chalegi, aur zyada tikegi! Get ready to bring home the trust of Honda. Stay tuned!
For more information, please give us a missed call on +919311340947 or visit our website.#Honda #PowerOfDreams pic.twitter.com/vvmZoCF5xM
— Honda 2 Wheelers (@honda2wheelerin) February 27, 2023
બાઈકની ખાસિયત-
હેન્ડાનું નવું 100cc બાઇક હીરોનું 100 ccવાળા બાઇક સ્પ્લેન્ડરને ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીના નવા બાઇકની HF Delux, બજાજ પ્લેટિના 100 જેવા બાઇકને પણ ટક્કર આપશે.
પાવરફૂલ એન્જિન-
હોન્ડાએ શેર કરેલાં વીડિયોમાં માત્ર બાઇક લોન્ચિંગની તારીખ જણાવી છે. આ બાઇકમાં 100ccનું એન્જિન હશે 8hpનો પાવર અને 8Nmનો ટોર્ક જનરેટ કરશે. બાઇક એક લીટર પેટ્રોલમાં લગભગ 60થી 70 કિલોમીટરની એવરેજ આપશે તેવી શક્યતા છે. બાઇકમાં 4 ગિયર હશે. આ બાઇકની કિંમત 60થી 65 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે