PDI એટલે શું? કારની ડિલિવરી લેતા પહેલા કરવું ખુબ જરૂરી, જાણો તેના ફાયદા

Pre Delivery Inspection: કારની ડિલિવરી લેતા પહેલા પીડીઆઈ કરવું જરૂરી છે. જો તમે પીડીઆઈ ન કરો તો પછી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પીડીઆઈમાં કારની જે ખરાબી તમે પકડી શકે તેમ હતા તે હવે કારની ડિલિવરી બાદ તમારી સામે આવશે.

PDI એટલે શું? કારની ડિલિવરી લેતા પહેલા કરવું ખુબ જરૂરી, જાણો તેના ફાયદા

Pre Delivery Inspection: પીડીઆઈનો અર્થ પ્રી ડિલિવરી ઈન્સ્પેક્શન થાય છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં કાર ખરીદનાર પોતાની નવી કારને ખરીદતા પહેલા સંપૂર્ણ રીતે ચકાસે છે. આ ચેકઅપમાં કારના એક્સટીરિયર અને ઈન્ટીરિયર પાર્ટ્સને સારી રીતે જોઈ પારખવામાં આવે છે. સૂચન આપવામાં આવે છે કે દરેક ગ્રાહકે નવી કારની ડિલિવરી લેતા પહેલા પીડીઆઈ કરવું જોઈએ. 

કારની ડિલિવરી લેતા પહેલા પીડીઆઈ કરવું જરૂરી છે. કારણ કે તેનાથી એ સુનિશ્ચિત થઈ શકે છે કે કાર યોગ્ય સ્થિતિમાં છે અને તેમાં કોઈ ખરાબી નથી. જો કારમાં કોઈ ખરાબી જોવા મળે તો તેને નોંધ કરીને ડીલરશીપને જણાવી શકાય છે. આમ થાય તો તમે ડીલરશીપ જોડે બીજી કારની ડિમાન્ડ પણ કરી શકો છો. 

જો તમે પીડીઆઈ ન કરો તો પછી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પીડીઆઈમાં કારની જે ખરાબી તમે પકડી શકે તેમ હતા તે હવે કારની ડિલિવરી બાદ તમારી સામે આવશે. હવે તેને ઠીક કરવામાં તમને પરેશાની થશે અને પૈસા પણ ખર્ચાઈ શકે છે. પીડીઆઈ દરમિયાન કારનું બોડી, કલર, વિન્ડો, હેડલાઈટ્સ વગેરે તમામને ચેક કરવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે ડીલરશીપના ડોક્યાર્ડમાં કારના બોડી પર સ્કેચ આવે છે કે તેના પેન્ટને નુકસાન પહોંચે છે. આવા કોઈ ડેમેજથી કારને બચાવવી હોય તો ડિલિવરી લેતા પહેલા પીડીઆઈ ચોક્કસ કરાવો. 

જો તમને લાગે કે તમે કાર વિશે બહુ સારી જાણકારી ધરાવતા નથી અને યોગ્ય રીતે પીડીઆઈ કરાવી નહીં શકો તો તે માટે તમે પ્રોફેશનલને પણ હાયર કરી શકો છો. બજારમાં અનેક એવી કંપનીઓ છે જે પીડીઆઈ ચાર્જ લે છે અને તમારા માટે તમારી નવી કારનું પીડીઆઈ કરાવે છે. તમે પીડીઆઈ માટે તમારા કોઈ ઓટોમોબાઈલ જાણકારની મદદ પણ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news