vadodara police

'હું તળાવમાં કૂદવા જાઉં છું, મમ્મીને સાચવજો' પત્ર લખી પોલીસ પુત્રનો આપધાત, મૃતદેહ મળતા પરિવારમાં માતમ

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રએ મંગળવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હતો. પંરતુ તળવા વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન પત્તો લાગ્યો ન હતો

Aug 4, 2021, 08:47 PM IST

વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ

  શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પડતું મુકીને આપઘાત કરી લેતા તંત્રમાં ચકચાર મચી છે. આપઘાત કરવા નિકળેલા 23 વર્ષીય યુવાને આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે પત્ર પણ છોડ્યો હતો. જેમાં હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું લખાણ કર્યું હતું. જો કે પોલીસ પુત્રએ કયા કારણથી આપઘાત કરવો પડ્યો તે અંગેની હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ ચલાવાઇ રહી છે. વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો નથી. 

Aug 3, 2021, 10:25 PM IST

વડોદરાના યુવક સાથે લંડનના વિઝા આપવાના બહાને લાખોની ઠગાઈ

વિદેશ મોકલવાના કે વિઝા આપવાના બહાને અનેકવાર લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેરેજ ચલાવતા યુવકને લંડનના વિઝા આપવાના બહાને ઠગોએ લાખોની ઠગાઈ કરી છે

Aug 3, 2021, 05:11 PM IST

સ્વીટી પટેલના પુત્રએ ભાવુક પોસ્ટ લખીને કહ્યું, મારી માતાના હત્યારાને કડક સજા મળે

સ્વીટી પટેલની હત્યાનો રાઝ ખૂલી ગયો છે. પીઆઈ પતિ અજય દેસાઈ (PI ajay desai) એ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે અને હવે તે પોલીસ પકડમાં છે. ગાયબ સ્વીટી પટેલ (sweety Patel) ની ભાળ મેળવવા ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના પુત્ર રીધમ પંડ્યા (Rhythm Pandya) એ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યુ હતું. ત્યારે હવે જ્યારે સ્વીટી પટેલની હત્યાનો ભેદ ખૂલ્યો છે, ત્યારે હવે રીધમ પંડ્યાએ માતા સ્વીટીના હત્યારાને કડક સજા આપવા માંગ કરી છે. 

Aug 3, 2021, 04:02 PM IST

સ્વીટી પટેલ મર્ડર કેસ : PI દેસાઈની બીજી પત્નીએ બતાવી માનવતા, નોંધારા બનેલા પુત્રને સાચવશે

  • સ્વીટી પટેલના બે વર્ષના પુત્રને અજય દેસાઈની પત્ની પોતાની સાથે રાખશે
  • સ્વીટીએ પત્ની તરીકેની કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરવા ધમપછાડા કર્યા હતા
  • સ્વીટી પટેલ હત્યા કેસમાં વપરાયેલી જીપ કંપાસ કારને પોલીસે જપ્ત કરી 

Jul 31, 2021, 02:11 PM IST

PI અજય દેસાઇનું આખુ જીવન ફિલ્મી, બાળપણ ઝુંપડપટ્ટીમાં PSI બન્યા બાદ રંગીન અને વૈભવી જીવન

સ્વીટી મર્ડર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઈ અજય દેસાઈની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઇલ જોઇને કોઇ પણ અંજાય જાય. જો કે તેના અભ્યાસ દરમિયાનની સ્ટોરી ખુબ જ પ્રેરક છે. હાલમાં બે પત્ની સાથેના સંબંધ અને ત્યાર બાદ સ્વીટીની હત્યાને કારણે જ લોકો તેને જાણે છે. જો કે તેનું બાળપણ ખુબ જ સંઘર્ષમાં વીત્યું હતું. પીએસઆઇ તરીકે પોસ્ટિંગ મેળવીને અજય દેસાઈએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં નોકરી કરી છે. ત્યાર બાદ પીઆઇ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ પણ અનેક સ્થળે કામગીરી કરી છે. 

Jul 30, 2021, 03:10 AM IST

PI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

SOG PI અજય દેસાઇએ જ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી છે. જો કે અજય દેસાઇ લાંબા સમયથી સ્વીટીની હત્યા કરી નાખવાનું આયોજન કરી રહ્યો હતો. સ્વીટી પટેલને મારી નાખવા માટે સ્થળની રેકી કરવાથી માંડીને સમગ્ર આયોજન કર્યું હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. જો કે આ હત્યામાં જેના પર મદદગારીનો આરોપ છે તે નેતા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. PI અજય દેસાઇએ નેતાને પણ ગોળગોળ ફેરવ્યો હતો. પોતે સ્વીટીની હત્યા કરવાનો છે તેવી માહિતી તેણે નેતાને પણ આપી નહોતી. 

Jul 25, 2021, 05:44 PM IST

સ્વીટી પટેલનો હત્યારો નિકળ્યો તેનો જ પતિ SOG ના PI અજય દેસાઇ, અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ

SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે. 

Jul 24, 2021, 08:21 PM IST

VADODARA માં પોલીસ અત્યાધુનિક બનશે 650 CCTV,363 નું મહેકમ, 33 બોલેરો અને 52 બાઇક મળશે

શહેરને ચાર નવા પોલીસ મથક અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ 650 CCTV કેમેરા મળશે. 363 નું મહેકમ વધશે અને 33 બોલેરો અને 52 મોટર સાયકલ સ્વરૂપે નવા વાહનો તથા સાધનો મળશે. કોરોના અને ગુના શોધનની ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને પોલીસ જવાનો નું ગૃહ રાજ્ય મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું સન્માન. નર્મદા વિકાસ મંત્રીના સૂચન પ્રમાણે લાલબાગ એસ.આર.પી.ગ્રુપમાં અને પોલીસ વડા મથકમાં પોલીસ પરિવારો માટે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મહાનગર પાલિકાને અપીલ કરવામાં આવે છે. 

Jul 18, 2021, 09:36 PM IST

હાર્દિક પંડ્યા અને સ્વીટી પટેલ વચ્ચે હતા શું સંબંધ? સ્વીટી પટેલનો કેસ જેમ જેમ સમય જાય છે તેમ વધારે ગુંચવાય છે!

જિલ્લા SOG ના પીઆઇ એ.કએ દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થવામાં ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી હતી. આગામી દિવસોમાં પીઆઇના બંન્ને ટેસ્ટ હાથ ધરવામાં આવશે. પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકના ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે સ્વિટીના કોઇ જ સગડ નથી મળી રહ્યા. જેમ જેમ દિવસો પસાર થતા જાય છેતેમ તેમ સ્વિટી પટેલ મુદ્દો વધારેને વધારે ગુંચવાતો જાય છે. જો કે પોલીસે હાલ આ કેસ ઉકેલવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. 

Jul 13, 2021, 05:12 PM IST

ગુંડાગિર્દી પર ઉતર્યા વડોદરાના પોલીસ કર્મચારી, ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો

વડોદરા પોલીસની ગુંડાગીરી સામે આવી છે. મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને એક પોલીસ કર્મચારીએ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા પથારાવાળાને પોલીસે રોડ પર સૂવડાવીને માર માર્યો હતો. ફેરિયાએ મફતમાં ડુંગળી ન આપતા પોલીસ કર્મચારી દબંગાઈ પર ઉતરી આવ્યા હતા. તેમજ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તેમ ફેરિયાવાળા સામે માસ્ક ન પહેરવાના મામલે અને પોલીસની સામે કામગીરીમાં રુકાચવટનો ગુનો નોંધાયો હતો. 

Jul 8, 2021, 07:55 AM IST

VADODARA: એક એવી સોસાયટી કે જ્યાં કુતરાઓ નાગરિકો પાસે ફરજીયાત કર્ફ્યૂ પાલન કરાવે છે

રાજ્ય સરકાર દ્વારા ભલે નાગરિકોને દિવસના કરફ્યુમાંથી મુક્તિ આપી હોય પરંતુ શહેરના નિઝામપુરા વિસ્તારની એક સોસાયટીના લોકો આજે પણ કરફ્યુની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. વડોદરા શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસના કારણે નાગરિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કુતરાઓનોએ હદે ત્રાસ વધી ગયો છે કે, હવે આ કુતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

Jul 5, 2021, 07:34 PM IST

VADODARA: પોલીસે જમીનમાં ખાડો ખોદ્યો અને અંદરથી જે મળ્યું તે જોઇને ચોંકી ઉઠી

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે શરાબનો ગેરકાયદે વેપલો કરતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કંઈક એવું બન્યું કે, સ્મશાનમાં શરાબનો જથ્થો છુપાડેલો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રેડમાં હાજર તમામ સ્ટાફના માણસો આશ્ચર્યમાં મુકાયા હતા.

Jul 5, 2021, 07:26 PM IST

VADODARA: માસ્ક મુદ્દે 4 યુવાનોએ પોલીસ સાથે કરી ઝપાઝપી અને PCR વાન પર પથ્થરમારો

શહેરના આર.વી દેસાઇ રોડ પર ટુ વ્હીલર પર જતા 4 શખ્સોએ પોલીસ સાથે માસ્ક મુદ્દે ઝપાઝપી કરી હતી અને ગાળો આપી હતી. પીસીઆર વાન પર પથ્થરમારો પણ કર્યો હતો અને ત્યાર બાદ ભાગી છુટ્યા હતા. જો કે પોલીસે તે પૈકીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલ તો પોલીસે તમામ સામે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

Jul 4, 2021, 10:51 PM IST

VADODARA: 1 રૂપિયાનાં ખર્ચે આ લૂંટારૂઓ કરતા લાખો રૂપિયાની લૂંટ, વાંચીને આશ્ચર્યથી આંખો થઇ જશે પહોળી

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાના સિક્કાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે પોલિસને સફળતા મળી છે. જો કે આરોપીઓ એવું તો શું કરતા કે પૂર ઝડપે દોડતી ટ્રેન રોકાઈ જતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. 

Jul 3, 2021, 04:54 PM IST

વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું

વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરજણના દેથાણ ગામ પાસે પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે

Jun 30, 2021, 09:37 PM IST

વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, આરોપી સામે નોંધાવી ફરિયાદ

વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતાં યુવતીએ આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે

Jun 29, 2021, 04:50 PM IST

તુ તો માત્ર નામનો પતિ છે, મારા બનેવી જ મારી જાન છે, મહિલાના પતિને હાર્ટ એટેક

પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમસંબંધની જાણ પતિને થાત પત્ની અને તેના પ્રેમીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિએ હાર્ટ એટેકઆવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી-બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

Jun 26, 2021, 06:13 PM IST

મોટું ભોપાળું : જે ગાડીને કોઈએ ચાર વર્ષથી હાથ પણ અડાડ્યો નથી તેને ઈ-મેમો મોકલાયો

સીટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા નિયમો તોડતા લોકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ આ ટેકનોલોજી જ ક્યારેય એવી ભૂલો કરી બેસે છે, જે માનવામાં ન આવે. ભૂલભરેલા મેમો મોકલાઈ જાય છે

Jun 24, 2021, 03:03 PM IST

VADODARA: ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો પર્દાફાશ, મહારાષ્ટ્રથી ચાલતું જાસૂસી નેટવર્ક

ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઈન્ટરનેશનલ  કોલ રૂટિંગનો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ  સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. સમગ્ર નેટવર્ક  મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનું સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. હવે મહારાષ્ટ્રમાં પણ તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે. 

Jun 20, 2021, 05:19 PM IST