આ છે ભારતના સુપરસ્ટારની દીકરી, તેને છે હોલિવૂડની હિરોઇન બનવાનો ચસકો

હાલમાં તેની એક્ટિંગની ટ્રેઇનિંગ ચાલી રહી છે

આ છે ભારતના સુપરસ્ટારની દીકરી, તેને છે હોલિવૂડની હિરોઇન બનવાનો ચસકો

મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

સુહાનાની ટ્રેઇનિંગ વખતની તસવીરો ઘણીવાર સામે આવે છે. સુહાના પોતાના કામ માટે બહુ સિરિયસ દેખાય છે. હાલમાં એક તસવીરમાં સુહાના સિરિયસ સીન કરતી જોવા મળી રહી છે અને આ તસવીર એક કોલેજ પ્લેનો હિસ્સો છે. સુહાના દિલથી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. 

થોડા મહિના પહેલાં સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો જેમાં તે જુલિયટના રોલમાં જોવા મળી હતી. આ વીડિયો પર શબાના આઝમીએ કમેન્ટ કરી હતી અને કહ્યું હતું કે સુહાના ચોક્કસપણે એક મોટી એક્ટ્રેસ બનશે. કિંગ ખાને શબાના આઝમીની કમેન્ટનો જવાબ આપીને ધન્યવાદ કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news