big announcement

કોરોનાનું સંક્રમણ ફરી વધતાં શિક્ષણમંત્રી જીતુ વાઘણીનું મોટું નિવેદન, જાણો શું કરી મોટી જાહેરાત?

કોરોનાનું સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે, બાળકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. શિક્ષણમાં ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે અને ઓફલાઇન માટે નિયમ પાલન કડક રૂપથી જરૂરી હોવાનું જણાવ્યું છે.

Dec 23, 2021, 11:59 AM IST

શિક્ષણ વિભાગે પરીક્ષાની પેર્ટન બદલી, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો વધુ એક નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ 9 થી 10 અને 12 માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો કે, હેતુલક્ષી પ્રશ્ન 20 ટકા પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 80% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 70 ટકા પૂછવામાં આવશે

Nov 27, 2021, 02:41 PM IST

વિદ્યાર્થીઓના હિતમા લેવાયો વધુ એક નિર્ણય, ધોરણ 10 બાદ એડમિશન વિશે મોટી જાહેરાત

વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ (admission) મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. 

Nov 22, 2021, 01:40 PM IST

વાલીઓ બેગ તૈયાર રાખજો, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા ખૂલવા અંગે આવ્યા મોટા અપડેટ

સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં 1 થી 5 ધોરણના વર્ગો ક્યારથી શરૂ થશે તેની આખરે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સોમવારથી ધોરણ 1 થી 5 ના વર્ગોની શરૂઆત થશે. 

Nov 21, 2021, 12:42 PM IST

ખેડૂતોને દેવદિવાળી ફળી, કૃષિ કાયદો રદ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી

દેશમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા (Farm law) રદ્દ કરાયાની પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે. તેમણે સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે પૂરી સત્યનિષ્ઠાથી કાયદો લાવ્યા. પરંતુ ખેડૂતો માટેની પવિત્ર, ખેડૂતોના હિતની વાત ન સમજાવી શક્યા. હું દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું. અમારી તપસ્યામાં કોઈ કમી હતી.’ ત્યારે મોદી સરકારે દેવ દિવાળીએ ખેડૂતો (Farmers Protest) ને મોટી ભેટ આપી છે. તો બીજી તરફ, પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને ગુજરાતના ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે. કૃષિ કાયદા ખેંચવા બદલ સુરતના ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. 

Nov 19, 2021, 10:27 AM IST

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત: 'ધોરણ 9થી 12માં હવે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે'

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત તરફ વળવા પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. જેથી હવે ધોરણ 9થી 12માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવાનો નિર્ણય કરાયો છે.

Nov 18, 2021, 05:11 PM IST

ગુજરાતના આ શહેરમાં આજે બહેનોને મફતમાં બસ મુસાફરી કરવા મળશે

આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ગુજરાતભરમાં આજે ભાઈબહેનોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના એક શહેરમાં ભાઈબીજ પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આ શહેરમાં આજે મહિલાઓને શહેરની સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવામાં આવશે. 

Nov 6, 2021, 10:23 AM IST

નવા વર્ષે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આપી મોટી ભેટ, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

નવા વર્ષે ગુજરાત સરકારે (gujarat government) વિદ્યાર્થીઓને સૌથી મોટી ભેટ (diwali gift) આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી છે. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ (admission) બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

Nov 5, 2021, 10:44 AM IST

UP Election 2022: અખિલેશ યાદવની મોટી જાહેરાત, '2022ની વિધાનસભાની ચૂંટણી નહીં લડે'

જોકે, સમાજવાદી પાર્ટીના મીડિયા કંસલ્ટેંટ આશીષ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે અખિલેશ વિધાનસભા ચૂંટણી લડશે કે નહીં તેનો અંતિમ નિર્ણય પાર્ટી લેશે.

Nov 1, 2021, 03:36 PM IST

Big Breaking : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને  મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.

Sep 11, 2021, 02:55 PM IST

ભાવિના પટેલ પર થયો ભેટ સોગાદોનો વરસાદ, સરકાર ક્લાસ-1 અધિકારીની પોસ્ટ આપશે

ભારત માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી સરકાર પણ ખોલબે ભરીને ભાવિના પટેલ (Bhavina Patel) પર ભેટોની લ્હાણી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક જાહેરાત કરી છે. પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપશે. ટોકિયો પેરાલિમ્પિક (Paralympics) માં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને બિન સંવેદનશીલ જગ્યાએ ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂંક અપાશે. 

Sep 4, 2021, 02:32 PM IST

Big Announcement : ગુજરાત સરકાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું પુરસ્કાર

પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. 

Aug 29, 2021, 11:09 AM IST

બિનનિવાસી ગુજરાતીઓ માટે રૂપાણી સરકારે લીધો વધુ એક સંવેદનશીલ નિર્ણય

  • છત્તીસગઢના ભિલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર
  • દેશભરના કુલ 22 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે અંદાજિત રૂ. 1 કરોડ 90 લાખની સહાય ચૂકવાઈ

Aug 28, 2021, 01:29 PM IST

ગાંધીનગરથી મોટા અપડેટ : ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા પંકજ કુમાર

ગુજરાત (Gujarat) ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર (Pankaj Kumar) ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.

Aug 27, 2021, 12:17 PM IST

બાળકોની બેગ તૈયાર કરો : ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા સરકારે કરી જાહેરાત

ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા (schools reopening) અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. 

Aug 25, 2021, 12:33 PM IST

ગુજરાત પર થશે રૂપિયાનો વરસાદ, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કરવા જઈ રહ્યા છે મોટું ઈન્વેસ્ટમેન્ટ

ગુજરાત રાજ્ય એકવાર ફરીથી મોટું ઈન્વેસ્ટમેન્ટ પોતાના રાજ્યમાં લાવવામાં સફળ થયું છે. દુનિયામાં સ્ટીલમાં સૌથી વધુ ઉત્પાદન કરનારું ગ્રૂપ આર્સેલર મિત્તલે ગુજરાતમાં ભારે ભરકમ ઈન્વેસ્ટમેન્ટ (investment) ની જાહેરાત (big announcement) કરી છે. આર્સેલર મિત્તલ (Arcelor Mittal) સુરત શહેરની નજીક હજીરામાં સ્ટીલના ઉત્પાદનના પ્રોજેક્ટમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યાં છે. આર્સેલર મિત્તલ તરફથી ગુજરાતમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવનાર છે. 

Aug 22, 2021, 09:00 AM IST

લવ જેહાદ અંગે મોટા સમાચાર : કાયદાની કેટલીક કલમોની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ

લવ જેહાદ (love jihad) ના કાયદા બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ

Aug 19, 2021, 12:12 PM IST

બનાસ ડેરીએ નવા પ્રોજેક્ટની કરી મોટી જાહેરાતો

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી (banas dairy) ની આજે સાધારણ સભા યોજાઈ હતી. પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી 53 મી સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. 

Jul 21, 2021, 03:01 PM IST

ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત

ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે. હાલ એક અઠવાડિયા સુધી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

Jul 6, 2021, 03:30 PM IST

GUJARAT: શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, આ દિવસે મળી જશે તમામ સવાલોનાં જવાબ

કોરોનાના કેસ લગભગ ગુજરાતમાં કાબુમાં આવી ચુક્યા છે. ડબલ ડિજિટમાં કોરોના આવી ચુક્યા છે. કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે. 

Jul 3, 2021, 04:31 PM IST