Hero SPLENDOR કે Bajaj Platina? જાણો 100 સીસી સેગમેન્ટમાં કયો વિકલ્પ તમારા માટે છે બેસ્ટ

Commuter Bike: Bajaj Platina 100 અને Hero SPLENDOR+ XTEC બંને બજેટ સેગમેન્ટમાં સારા વિકલ્પો છે. બંને બાઈકમાં ઓછા ઇંધણનો વપરાશ થાય છે.

Hero SPLENDOR કે Bajaj Platina? જાણો 100 સીસી સેગમેન્ટમાં કયો વિકલ્પ તમારા માટે છે બેસ્ટ

Best Mileage Motorcycle: ભારતમાં 100 સીસીની બાઇકનું સારું માર્કેટ છે. આ બાઈક સૌથી વધુ આર્થિક છે અને સારી માઈલેજ પણ આપે છે. એટલું જ નહીં, તેનું મેન્ટેનસ પણ ઓછું છે. Bajaj Platina 100 અને Hero SPLENDOR+ XTEC પણ આ સેગમેન્ટમાં બે મોટા નામ છે જેને લોકો ઉત્સાહભેર ખરીદી રહ્યા છે. જો તમે આમાંથી કોઈ એક બાઈક ખરીદવા ઈચ્છો છો પરંતુ બંને વચ્ચે મૂંઝવણમાં છો, તો આજે અમે તમારા માટે આ બંનેની સરખામણી લાવ્યા છીએ જેથી તમે સમજી શકો કે કયો વિકલ્પ તમારા માટે વધુ સારો સાબિત થશે.

બજાજ પ્લેટિના 100ના ફીચર્સ અને સ્પેષિફિકેશન્સ 
બજાજ પ્લેટિનાની ફ્રેમ, એક્ઝોસ્ટ અને ગ્રેબ રેલને કાળા રંગમાં રંગવામાં આવી છે, જ્યારે એન્જિન ક્રેન્કકેસ અને વ્હીલ્સનો રંગ સિલ્વર રાખવામાં આવ્યો છે. આ સિવાય તેની ડિઝાઇન ખૂબ જ પરંપરાગત અને મૂળભૂત છે. બજાજ પ્લેટિના 100 ટેલિસ્કોપિક ફોર્ક્સ અને ડ્યુઅલ શોક સસ્પેન્શન સાથે 17-ઇંચના એલોય વ્હીલ્સ સાથે આવે છે. બ્રેકિંગ માટે તેમાં બંને ટાયર પર ડ્રમ બ્રેક્સ છે. તેના ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વર્ઝનના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ મળે છે.

એન્જિન અને પાવર
Platina 100 102cc ઇંધણ કાર્યક્ષમ DTS-i એન્જિન સાથે આવે છે, જે 7.9 bhp અને 8.3 Nm આઉટપુટ આપે છે. તેમાં 4-સ્પીડ ગિયરબોક્સ છે. આ બાઇકમાં 11 લીટરની ફ્યુઅલ ટેન્ક છે. તેની કિંમત 67,808 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. જ્યારે, તેના 110 સીસી ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 70,400 રૂપિયા છે. તે સારી માઈલેજ પણ આપે છે.

Hero SPLENDOR+ XTEC ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ફીચર્સ વિશે વાત કરીએ તો Hero SPLENDOR+ XTEC મોટરસાઇકલમાં તમને ડિજિટલ કંસોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને રીઅલ-ટાઇમ માઇલેજ રીડઆઉટ તેમજ સાઇડ સ્ટેન્ડ, એન્જિન કટઓફ અને કૉલ-એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ છે. આ ફિચર્સ આ મોટરસાઇકલને અલગ બનાવે છે.

એન્જિન અને પાવર
Splendor Plus Xtec ને 4 રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યું છે, જે છે ટોર્નેડો ગ્રે, સ્પાર્કલિંગ બીટા બ્લુ, કેનવાસ બ્લેક અને પર્લ વ્હાઇટ. એન્જિન વિશે વાત કરીએ તો, તે પહેલા જેવું જ છે અને આ 97.2cc BS6 એન્જિન એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 7.9 bhp પાવર અને 8.05 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ i3S એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમથી સજ્જ છે, જે માઈલેજ વધારવામાં અસરકારક છે. કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 79,911 રૂપિયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news