Hyundai ની આ ઇલેક્ટ્રિક કારને ક્યાંક નજર ન લાગી જાય, સિંગલ ચાર્જમાં દોડશે 500 KM
હ્યુન્ડાઇ (Hyundai) ભારતમાં ઘણી નવી ઇલેક્ટ્રિક કાર્સ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપની તરફથી આપણા બજારમાં આગામી ઇલેક્ટ્રિક કાર Hyundai IONIQ 5.A હોઇ શકે છે.
Trending Photos
Hyundai Motor India ભારતની કેટલીક મુખ્ય વાહન નિર્માતાઓમાં સામેલ છે જે દેશમાં સંપૂર્ણ પ્રકારે ઇલેક્ટ્રિક કાર્સ વેચી રહી છે. જ્યાં કંપનીની Kona Electric સારું પ્રદર્શન કરી રહી છે, તો બીજી હવે હ્યુન્ડાઇ (Hyundai) ભારતમાં ઘણી નવી ઇલેક્ટ્રિક કાર્સ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપની તરફથી આપણા બજારમાં આગામી ઇલેક્ટ્રિક કાર Hyundai IONIQ 5.A હોઇ શકે છે. જેનું ટેસ્ટ મોડલ તાજેતરમાં જ તમિલનાડુમાં જોવા મળ્યું છે. હાલમાં ખબર નથી કે ક્યારે લોન્ચ થશે, પરંતુ ભારતમાં તેનું પરીક્ષણ સારા સંકેત લઇને આવ્યું છે.
એકદમ આધુનિક ડિઝાઇન
હ્યુન્ડાઇન આયોનિક 5 ના ગ્લોબલ ડેબ્યૂ ફેબ્રુઆરીમાં થયું છે અને તેને ખૂબ આધુનિક ડિઝાઇન પર બનાવવામાં આવી છે. પૈની લાઇન્સ અને છુપાયેલી એલઇડી ટેલલેમ્પસ તેને ખૂબ આકર્ષક બનાવે છે. ફોટામાં SUV નો આગળનો ભાગ જોવા મળ્યો નથી. ઇલેક્ટ્રિક SUV ઓટો ફ્લશ ડોર હેન્ડલ અને દમદાર કેરેક્ટર લાઇન્સનીએ જગ્યાએ જોવા મળે છે. તેનાથી કેબિનમાં ખૂબ જગ્યા મળે છે અને તેની આગળની સીટ્સને 140 મીમી પાછળની તરફ ઝુકાવી શકાય છે. SUV ના કેબિનમાં ઘણી બધી જગ્યાએ રિસાઇકિલ કરવામાં આવી છે. સામાન લગાવવામાં આવ્યો છે.
BEV આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું
આયોનિક 5ને હ્યુન્ડાઇ મોટર ગ્રુપના BEV આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે. જેને ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ નામ આપવામાં આવ્યું છે. SUV ની સાથે બેટરી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે, અથવા તો 58 કિલોવોટ અથવા પછી 72.6 કિલોવોટ. આ ઉપરાંત મોટર માટે બે વિકલ્પ છે, એક સિંગલ મોટર જે પાછળના ભાગે લાગેલી હશે બીજી બંને તરફ લગાવેલી બે મોટર્સ. એકવાર ચાર્જ કરતાં તેને 481 કિમી સુધી ચલાવી શકાય છે અને તેની ટોપ સ્પીડૅ 185 કિમી/કલાક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે