Mahindra Scorpio N ધડાધડ બુક કરી રહ્યા છે ગ્રાહકો, 1 લાખથી વધુ થઇ બુકિંગ
સ્કોર્પિયો એનમાં પેટ્રોલ તથા ડીઝલ એન્જીન વિકલ્પ મળે છે. તેમાં 2.0 ટર્બો પેટ્રોલ એન્જીન સામેલ છે જે 200 બીએચપીની મેક્સિસમમ પાવર અને 270 ન્યૂટન મીટરનો પીક ટોર્ક પુરૂ પાડે છે. તો બીજી તરફ 2.2 લીટર ટર્બો ડીઝલ એન્જીન બે સ્ટેટ વિકલ્પ મળે છે.
Trending Photos
Mahindra Scorpio N Booking starts in India: ભારતમાં Mahindra Scorpio N નું બુકિંગ આજે 11 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે કંપનીએ પહેલાં આવો પહેલાં મેળવોની સ્કીમ શરૂ કરી હતી. જેના અનુસાર શરૂઆતમાં 25,000 ગ્રાહકોને આ ઇંટ્રોડક્ટ્રી પ્રાઇઝ પર ઓફર કરવામાં આવશે. જોકે તમને કદાચ વિશ્વાસ નહી થાય પરંતુ ફક્ત એક કલાકમાં જ ઇંટ્રોડક્ટ્રી સ્કીમ પુરી થઇ ગઇ હતી. આવું એટલા માટે કારણ કે 1 મિનિટની અંદર જ 25000 યૂનિટસ બુક થઇ ગયા અને તેના લીધે હવે ઇંટ્રોડક્ટ્રીમાં આ એસયૂવી ઉપલબ્ધ નહી થાય. મોટી વાત એ છે કે આ એસયૂવીનું બુકિંગનો આંકડો 1 લાખ યૂનિટ્સને પાર પહોંચી ગયો છે જે એક મોટી વાત છે.
કેવી રીતે થઇ રહ્યું છે બુકિંગ
મહિન્દ્રા સ્કોર્પિયો-એનને 5 જુલાઇથી જ કાર્ટમાં સામેલ કરી શકાતી હતી. કાર્ટમાં એડ કર્યા બાદ ગ્રાહક મહિંદ્રા સ્કોર્પિયો-એનનું વેરિએન્ટ, ફ્યૂલ ટાઇપ, સીટ, ક્ષમતા, કલર અને ડીલરની પસંદગી કરી શકતા હતા. આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી જલદીમાં જલદી બુકિંગ કરી શકાય અને ગ્રાહકોનો સમય બરબાદ ન થાય. જોકે જેવું જ બુકિંગ શરૂ થયું ફક્ત એક જ મિનિટની અંદર 25,000 ગ્રાહક એસયૂવીને બુક કરાવી ચૂક્યા હતા.
કેટલા છે વેરિએન્ટ
વેરિએન્ટની વાત કરીએ તો નવી સ્કોર્પિયોના 5 સ્ટ્રિમ્સ માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે જેમને ગ્રાહક બુક કરાવી શકે છે. તેમાં Z2, Z4, Z6, Z8 અને Z8L માં મોડલ્સ સામેલ છે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ તેને બુક કરાવી શકે છે અને ચૂકવણી કરી શકે છે. તમને જણાવી દઇએ કે કંપનીએ મહિંદ્રા સ્કોર્પિયો-એનને 11.99 લાખ રૂપિયાથી માંડીને 21.45 લાખ રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ કરાવી છે પરંતુ આ ઇંટૃઓડક્ટ્રી પ્રાઇઝ છે જે ફક્ત 25,000 ગ્રાહકો માટે માન્ય છે. હવે એસયૂવીને ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને પુરી રકમ ચૂકવવી પડશે. મહિન્દ્રા સ્કોર્પિયો-એનની ડિલીવરી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. કંપની ડિસેમ્બર 2022 સુધી 20,000 યુનિટ માટે ઉત્પાદનનો ટાર્ગેટને લઇને ચાલે છે.
એન્જીન અને પાવર
સ્કોર્પિયો એનમાં પેટ્રોલ તથા ડીઝલ એન્જીન વિકલ્પ મળે છે. તેમાં 2.0 ટર્બો પેટ્રોલ એન્જીન સામેલ છે જે 200 બીએચપીની મેક્સિસમમ પાવર અને 270 ન્યૂટન મીટરનો પીક ટોર્ક પુરૂ પાડે છે. તો બીજી તરફ 2.2 લીટર ટર્બો ડીઝલ એન્જીન બે સ્ટેટ વિકલ્પ મળે છે. તેનું લોવર વર્જન 132 બીએચપીનો પાવર તથા 300 ન્યૂટન મીટરનો ટોર્ક તો હાયર વર્જન 175 બીએચપી તથા 370 ન્યૂટન મીટૅર ટોર્ક જનરેટ કરશે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ તથા 6- સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે