Motorola ના 5G સ્માર્ટફોન પર મોટી ઓફર, માત્ર 699 રૂપિયામાં ખરીદવાની તક

ફ્લિપકાર્ટની ખાસ ડીલમાં તમે મોટોરોલાના 5જી સ્માર્ટફોન Motorola G62 5G ને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ફોન 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 5000એમએએસની બેટરી સાથે આવે છે. 
 

Motorola ના 5G સ્માર્ટફોન પર મોટી ઓફર, માત્ર 699 રૂપિયામાં ખરીદવાની તક

નવી દિલ્હીઃ 15 હજાર રૂપિયાની ઓછી રેન્જમાં બેસ્ટ ફીચરવાળો 5G ફોન લેવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. ફ્લિપકાર્ટની ખાસ ડીલમાં તમે મોટોરોલાનો 5G સ્માર્ટફોન Motorola G62 5G ને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ ફોનની કિંમત 21999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં આ ફોન 14,999 રૂપિયામાં તમારો થઈ જશે. ખાસ વાત છે કે ફોન પર 14300 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ લાઇવ છે. તેવામાં જૂના ફોનને દલે ફુલ એક્સચેન્જ મળવા પર આ ફોન 14999- 14300 એટલે કે 699 રૂપિયામાં તમારો થઈ શકે છ. જૂના ફોનના બદલે તમને કેટલું એક્સચેન્જ બોનસ મળશે, તે તમારા જૂના હેન્ડસેટની કંડીશન પર નિર્ભર કરશે. 

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ફોનમાં તમને 2400x1082 પિક્સલ રેઝોલૂશન સાથે 6.5 ઇંચની ફુલ એચડી+ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ અને 20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. ફોન 8જીબી સુધીની રેમ અને 128જીબી સુધીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. પ્રોસેસર તરીકે તેમાં સ્નેપડ્રેગન 695 ચિપસેટ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે મોટોના આ 5જી ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. 

તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં કંપનીએ 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 20 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 12 પર કામ કરે છે. 1ટીબી સુધી માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરનાર આ ફોનમાં કનેક્ટિવિટી માટે 5જી સિવાય 4જી, Wifi 802.11 a/b/g/n/ac, બ્લૂટૂથ 5.1 અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યો છે. ફોન મિડનાઇટ ગ્રે અને ફ્રોસ્ટેડ બ્લૂ કલરમાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news