Apple TV+ સ્ટ્રીમિંગ સેવા લોન્ચ થશે નવા રિમોટ સાથે, જાણો અન્ય ફીચર્સ

અમેરિકી કંપની એપ્પલ (Apple) પોતાના ટીવીમાં યૂઝર્સને ખાસ ફીચર્સની તૈયારીઓ કરી રહી છે. કંપની પોતાના ટીવીના હાર્ડવેરમાં ફેરફાર કરતાં તેને વધુ સારું બનાવવાનો પ્લાન કરી રહી છે. 

Apple TV+ સ્ટ્રીમિંગ સેવા લોન્ચ થશે નવા રિમોટ સાથે, જાણો અન્ય ફીચર્સ

નવી દિલ્હી: અમેરિકી કંપની એપ્પલ (Apple) પોતાના ટીવીમાં યૂઝર્સને ખાસ ફીચર્સની તૈયારીઓ કરી રહી છે. કંપની પોતાના ટીવીના હાર્ડવેરમાં ફેરફાર કરતાં તેને વધુ સારું બનાવવાનો પ્લાન કરી રહી છે. 

કંપની જલદી જ આઇફોન ઓપરેટિંગ સિસ્ટમ 14 (IOS 14)ને લોન્ચ કરવા જઇ રહી છે. આ વર્ષના અંત સુધી કંપની તેની લોન્ચિંગની જાહેરાત કરી શકે છે. આ સાથે જ નવા એપ્પલ રિમોર્ટ (Apple Remote)નું લોન્ચિંગની અફવા પણ બજારમાં ઝડપથી ફેલાઇ રહી છે. સપ્ટેમ્બરમાં થનાર કંપની લોન્ચિંગ ઇવેન્ટની પળેપળની અપડેટ પર લોજો નજર માંડીને બેઠા છે. એવામાં એપ્પલ ટીવી રિમોર્ટના સમાચાર સાંભળીને લોકો વધુ ઉત્સાહિત થઇ ગયા છે. 

નવા રિમોર્ટમાં શું સામેલ થઇ શકે છે, આ વિશે અત્યાર સુધી કોઇ નક્કર જાણકારી નથી, પરંતુ આ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેને એપ્પલ TV+ સ્ટ્રીમિંગ સેવાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. લોકોને આશા છે કે એપ્પલ TV+ લાઇબ્રેરી માટે રિમોર્ટ પર એક QuickStart બટન મળશે, જે ટીવી એપની સાથે સર્વિસની થોડી ગરબડને ખતમ કરવામાં મદદ કરશે. 

તમને જણાવી દઇએ કે હાલ બજારમાં સિરી રિમોર્ટ ઉપલબ્ધ છે જે એપ્પલ 4K અને એપ્પલ ટીવી HD સ્ટ્રીમિંગ સેવાને સપોર્ટ કરે છે. જોકે આ રિમોર્ટની કિંમત 59 ડોલર છે. નવા રિમોર્ટમાં એપ્પલ તેની કિંમતને ઘટાડી શકે છે. તો બીજી તરફ સેવાને વધુ સારી કરવાનું પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news