OnePlus 11 ની પ્રથમ ઝલક જોવા મળી! ડિઝાઇન જોઇને ભૂલી જશો iPhone 14

OnePlus ખૂબ જલદી OnePlus 11 5G સ્માર્ટફોનને લોન્ચ કરવાનો છે. લોન્ચ પહેલાં ફોનની પોસ્ટને લીક કરી દેવામાં આવ્યું છે, જેમાં ફોનની ડિઝાઇન જોવા મળી રહી છે... 

OnePlus 11 ની પ્રથમ ઝલક જોવા મળી! ડિઝાઇન જોઇને ભૂલી જશો iPhone 14

OnePlus આગામી વર્ષે એટલે કે 2023 માં 7 ફેબ્રુઆરીએ OnePlus 11 5G ના લોન્ચ કરશે. ફોનને અત્યારથી જ ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની 7 ફેબ્રુઆરીએ OnePlus Cloud 11 ઇવેન્ટ કરશે, જેમાં ઘણી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવશે. ફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ટીઝર પોસ્ટમાં OnePlus 11 ની ડિઝાઇનને પણ બતાવવામાં આવી છે. આવો જાણીએ OnePlus 11 5G ના સંભવિત ફીચર્સ વિશે... 

ટિપ્સટર Max Jambor એ પોસ્ટરોને ઓનલાઇન અપલોડ કર્યું છે. ફોનના જેવી ડિઝાઇન છે. જેમ કે પહેલાં ઘણા ટિપસ્ટર્સે લીક કર્યા હતા. ફોન બે વેરિએન્ટ (બ્લેક અને ગ્રીન) માં આવશે. ફોટામાં જોઇ શકાય છે કે ફોનની જમણી તરફ એલર્ટ સ્લાઇડર અને પાવર બટન મળશે. તો ડાબી તરફ વોલ્યુમ રોકર મળશે. 

પાછળની તરફ કો-ડેવલોપ્ડ વિથ હેસલબ્લેડ લેબલ જોવા મળી રહ્યું છે, જે વનપ્લસ ફ્લેગશિપ ફોન્સના કેમેરામાં હોય છે. પોસ્ટર લીક થઇ ગયું છે, પરંતુ હજુ સુધી ફોનને લઇને સંપૂર્ણ રીતે ફીચર્સ સામે આવ્યા નથી. આવો જાણીએ OnePlus 11 5G વિશે અત્યાર સુધી શું-શું ખબર પડી છે. 

OnePlus 11 5G Specifications
OnePlus 11 5G માં QHD+ રિઝોલ્યૂશન સાથે 6.7 ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હશે, જેમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. ફોનમાં 16GB સુધી રેમ અને  256GB સુધીની સ્ટોરેજ મળી શકે છે. 

OnePlus 11 5G Camera & Battery
OnePlus 11 5G માં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 50MP का Sony IMX890 કેમેરા,  48MP નો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 32MP નો લેલીફોટો લેન્સ મળશે. તો બીજી તરફ બેટરીની વાત કરીએ તો ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ની બેટરી હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news