25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે આવશે Oppo F9 Pro, જાણો લોંચ ડેટ અને ખૂબીઓ

ઓનલાઇન લીક થયેલી જાણકારી અનુસાર, Oppo F9 Pro માં 6.3 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Aug 10, 2018, 04:44 PM IST
25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે આવશે Oppo F9 Pro, જાણો લોંચ ડેટ અને ખૂબીઓ
ઓનલાઇન લીક થયેલી તસવીર

નવી દિલ્હી: સ્માર્ટફોન બજારમાં શાઓમી અને સેમસંગની ધમાકેદાર એંટ્રી બાદ હવે Oppo પણ પોતાનો નવો ફોન લોંચ કરવા જઇ રહી છે. ઓપોનો લેટેસ્ટ સ્માર્ટફોન આ મહિને લોંચ થશે. કંપની 21 ઓગસ્ટના રોજ એક ઇવેંટમાં Oppo F9 Pro પરથે પડદો ઉઠાવશે. કંપનીએ તેના માટે મીડિયાને ઇનવાઇટ પણ મોકલ્યું છે. જોકે લોંચ પહેલાં જ ઓપોના આ દમદાર ફોનની જાણકારી ઓનલાઇન લીક થઇ ચૂકી છે. તેમાં ફોનના કલર, કેમેરા અને સ્પેસીફિકેશન પણ લીક થઇ ચૂક્યા છે. ભારતમાં લોંચ પહેલાં કંપની પોતાના આ ફોનને વિયતનામામાં 15 ઓગસ્ટના રોજ લોંચ કરશે. 

કેવો છે Oppo F9 Pro
ઓનલાઇન લીક થયેલી જાણકારી અનુસાર, Oppo F9 Pro માં 6.3 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનને 4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તાજેતરમાં જ કંપનીએ ફોનના કલર વેરિએન્ટ વિશે પણ જાણકારી આપી હતી. આ ફોન સનરાઇઝ રેદ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલર વેરિએન્ટમાં લોંચ થશે. ખાસ ફિચરની વાત કરીએ તો F9 Pro માં VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ઓપ્શન મળશે. 

Oppo F9 Proની ખાસિયત
ઓનલાઇન લીક જાણકારી અનુસાર, હેંડસેટમાં એક પળા બેજલ્સ અને ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન 2.0 ગીગા હર્ટ્ઝવાળા મીડિયા ટેક હેલિયો P60 પ્રોસેસર સાથે મળશે. ફોનમાં 3500mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. 

25 મેગાપિક્સલ કેમેરો
કેમેરાની વાત કરીએ તો તેમાં સેલ્ફી માટે 25 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જે F/2.0 અપર્ચર સાથે આવે છે. ફોનના રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડ્યૂઅલ કેમેરા સેટઅપમાં પ્રાઇમરી કેમેરા 16 મેગાપિક્સલ અને સેકેંડરી કેમેરા 2 મેગાપિક્સલનો છે.

શું છે Oppo F9 Proની કિંમત
ઓપોએ અત્યાર સુધી ભારતમાં આ ફોનની શું કિંમત હશે, તેનો ખુલાસો કર્યો નથી. જોકે વિયતનામાં F9 ની કિંમત VND 7,990,000 એટલે કે લગભગ 23,500 ભારતીય રૂપિયા રાખવામાં આવી છે.

15 ઓગસ્ટથી શરૂ થશે પ્રી-બુકિંગ
વિયતનામામાં ફોન માટે 15 ઓગસ્ટથી પ્રી-બુકિંગ શરૂ થશે. પ્રી બુકિંગ કરાવનાર યૂજર્સને ઓફર હેઠળ 10,000 mAh ની પાવરબેંક પણ મળશે.