Poco એ મિડરેન્જ 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, મળશે MediaTek Dimensity 810 પ્રોસેસર

Pocoએ પોતાનો M4 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ નવા ફોનને Poco M3 Pro 5Gના અપગ્રેડની રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ ફોન Redmi Note 11 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. જેને ગત મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આ ફોનની સમગ્ર વિગત.

Poco એ મિડરેન્જ 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, મળશે MediaTek Dimensity 810 પ્રોસેસર

નવી દિલ્હીઃ Pocoએ પોતાનો M4 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ નવા ફોનને Poco M3 Pro 5Gના અપગ્રેડની રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ ફોન Redmi Note 11 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. જેને ગત મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આ ફોનની સમગ્ર વિગત.

Poco M4 Pro 5Gની કિંમત 4GB+64GB વેરિયંટ માટે 19,600 રૂપિયા ભાવ રાખવામાં આવ્યા છે. જ્યારે 6GB+128GB વેરિયંટ માટે 21,300 રૂપિયા ભાવ રાખવામાં આવ્યા છે. આ ફોનમાં કંપની કુલ બ્લુ, પોકો યેલો અને પાવર પ્લેકનો કલર ઓપશન આપશે. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ અંતર્ગત ગ્રાહકોને 2600 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે. Poco M4 Pro 5G સાથે Poco F3ને મુનલાઈટ સિલ્વર કલર ઓપશનમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે.

Poco M4 Pro 5Gના સ્પેસિફિકેશન્સ-
ડ્યુલ સિમ(નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ MIUI 12.5 પર ચાલે છે. અને આમાં 90Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પ્લિંગ રેટ સાથે 6.6 ઈંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં MediaTek Dimensity 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરો અને 8MPનો અલ્ટ્રા-વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 16MPનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં મેમરી કાર્ડ થકી 1TB સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, Infrared (IR) blaster, NFC, FM radio, USB Type-C અને 3.5mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ફોનમાં 5000mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી અને 33W ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news