બજેટ સેગમેન્ટમાં આવ્યો Vivo નો દમદાર ફોન Y15s, 5000mAh બેટરી સાથે મળશે ખાસ ફીચર્સ
વીવોએ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. ફોનની દમદાર બેટરી અને કેમેરો તેને ખાસ બનાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ વીવોએ માર્કેટમાં પોતાનો એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Vivo Y15s છે. ફોનને કંપનીએ હાલ સિંગાપુરમાં લોન્ચ કર્યો છે. 3જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનની કિંમત SGD 179 (આશરે 9800 રૂપિયા) છે. કંપનીનો આ લેટેસ્ટ ફોન મિસ્ટિક બ્લૂ અને વેવ ગ્રીન કલર ઓપ્શનમાં આવે છે.
ફોનમાં કંપની Multi-Turbo 3.0 ટેક્નોલોજી ઓફર કરી રહી છે. આ ટેક્નોલોજીને કારણે ફોન ગેમિંગ દરમિયાન સ્કોલ કે હેંગ થતો નથી. ખાસ વાત છે કે Y15s માં 1જીબી એક્સટેન્ડેડ રેમ ફીચર પણ આપવામાં આવ્યું છે, જે ફોનના પરફોર્મંસને દમદાર બનાવવા માટે કામ કરે છે.
વીવો Y15s ના ફીચર અને સ્પેસિફિકેશન
વીવોનો આ ફોન 720x1600 પિક્સલ રિઝોલ્યુશનવાળી 6.51 ઇંચની એચડી+IPS LCD પેનલની સાથે આવે છે. ફોનને સિંગલ વેરિએન્ટ-3જીબી+32જીબીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 1જીબી એક્સટેન્ડેડ રેમ ફીચરવાળા આ ફોનમાં કંપની મીડિયાટેક હીલિયો P35 SoC ચિપસેટ ઓફર કરી રહી છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગાપિક્સલના AI પ્રાઇમરી સેન્સરની સાથે એક 2 મેગાપિક્સલનું સેકેન્ડરી સેન્સર લાગેલું છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.
વીવો Y15s સ્માર્ટફોન 5000mAh ની બેટરીથી લેસ છે. ફોન 10 વોટના ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ડ્યૂલ સિમ સપોર્ટવાળો ફોન એન્ડ્રોયડ 11 ગો એડિશન પર બેસ્ડ Funtouch OS 11.1 પર કામ કરે છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરવાળા આ ફોનમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, 4જી, બ્લૂટૂથ 5.0 અને માઇક્રો યૂએસબી પોર્ટ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે