અંધારામાં પણ ચમકે એવો Realme નો સૌથી સસ્તો 5G ફોન લોન્ચ! અહીં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Realmeએ પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. જેમાં મળશે MediaTek Dimensity 810 પ્રોસેસર, 50MPનો પ્રાઈમરી કેમેરો, લોન્ચ લાસ્ટિંગ બેટરી અને ઘણું બધું. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં.

અંધારામાં પણ ચમકે એવો Realme નો સૌથી સસ્તો 5G ફોન લોન્ચ! અહીં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

નવી દિલ્લીઃ ભારતમાં મોટા ભાગની દિગ્ગજ સ્માર્ટફોન કંપનીઓએ 5G માટેની તૈયારીઓ કરી રાખી છે. તમામ કંપનીઓ અવનવા 5G સ્માર્ટફોન તો છેલ્લા 2-3 વર્ષથી લોન્ચ કરી રહ્યાં છે. તેવામાં લોકો આ ટેક્નોલોજીને વધુ પસંદ કરે તે માટે કેટલીક કંપનીઓ સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. રિયલમી કંપનીએ હાલમાં પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનનું નામ શું છે, શું છે તેની ખાસીયત આવો જાણીએ. રિયલમીએ 9i 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે. આ ફોનને રિયલમી ઓફિશિયલ વેબસાઈટ અથવા ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી શકાશે. આ ફોનમાં કંપનીએ MediaTek Dimensity 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે આ બજેટ ફોન માટે બેસ્ટ છે.

આ સ્માર્ટફોનમાં રેમ એક્સપાન્શન ફીચર પણ આપવામાં આવ્યું છે. કંપનીએ ડિવાઈસની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે, સાથે તે બીજા રિયલમી ફોન્સથી અલગ જોવા મળે છે. કંપનીએ આ ફોનને 5G રોકસ્ટાર નામ આપ્યું છે. આ નામની જેમ જ ફોનને એક ચમકદાર લુક આપવામાં આવ્યો છે. ફોનના બેકને પોલીકાર્બોનેટ પ્લાસ્ટિકથી બનાવાયું છે.

Realme 9i 5Gની કિંમત અને ઑફર-
રિયલમીનો આ ફોન 2 કોન્ફિગ્રેશનમાં હવે છે. તેની 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે, તો 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 16,999 રૂપિયા છે. પ્રથમ સેલમાં આ ફોન પર 1000 રૂપિયા ડિસ્કાઉંટ મળે છે.

ડિસ્કાઉન્ટ પછી, હેન્ડસેટની કિંમત 13,999 રૂપિયા અને 14,999 રૂપિયા થઈ જશે. HDFC બેંકના કાર્ડ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ફોન 2 કલર ઓપ્શનમાં આવે છે- મેટાલિકા ગોલ્ડ અને રોકિંગ બ્લેક.

સ્પેસિફિકેશન્સ-
Realme 9i 5Gમાં ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે. તેમાં 6.6-ઈંચની FHD+ ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ અને 400 Nits બ્રાઈટનેસ સાથે આવે છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 810 પ્રોસેસર પર કામ કરે છે. આમાં તમને 6GB સુધીની રેમ અને 128GB સુધી સ્ટોરેજ વિકલ્પ મળશે.

તમે માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 1TB સુધી વધારી શકો છો. ઓપ્ટિક્સની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનો પ્રાઈમરી કેમેરો 50MPનો છે. આ સિવાય 2-2 MPનું પોટ્રેટ અને મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે.

આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, Wi-Fi, Bluetooth v5.2, GPS/AGPS અને USB Type-C પોર્ટ જેવા કનેક્ટિવિટી ઓપ્શન્સ ઉપલબ્ધ છે. તેમાં ઘણા સેન્સર પણ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે, ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news