Redmi 10 Prime ભારતમાં લોન્ચ, 6000mAh ની બેટરી સાથે મળશે શાનદાર ફીચર્સ, જાણો કિંમત અને ખાસિયત

Xiaomi એ Redmi 10 Prime ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો અને 6000mAH ની બેટરી છે. સાથે ખાસ વાત છે કે તે બીજા ફોનને પણ ચાર્જ કરી શકશે. આવો જાણીએ Redmi 10 Prime ની કિંમત અને ફીચર્સ..

Redmi 10 Prime ભારતમાં લોન્ચ,  6000mAh ની બેટરી સાથે મળશે શાનદાર ફીચર્સ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ શાઓમી (Xiaomi) એ ભારતમાં પોતાનો એક નવો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Redmi 10 Prime છે. આ નવો સ્માર્ટફોન Redmi 9 Prime અને Redmi 9 Power ના સક્સેસરના રૂપમાં આવ્યો છે. રેડમી 10 પ્રાઇમના બેકમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે. ફોનનો મેન કેમેરો 50 મેગાપિક્સલનો છે. રેડમી 10 પ્રાઇમ MediaTek Helio G88 ચિપસેટની સાથે ભારતમાં આવનાર પ્રથમ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં  6,000 mAh ની બેટરી આપવામાં આવી છે. 

આ સ્માર્ટફોનની કિંમત અને ઓફર
Redmi 10 Prime ની શરૂઆતી કિંમત 12,499 રૂપિયા છે. આ કિંમત 4જીબી રેમ અને 64જીબી વેરિએન્ટની છે. તો ફોનના 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,449 રૂપિયા છે. રેડમી 10 પ્રાઇમ સ્માર્ટફોન એસ્ટ્રલ વ્હાઇટ, બાયફ્રોસ્ટ વ્હાઇટ અને ફેન્ટમ બ્લેક આ ત્રણ કલરમાં મળશે.  Redmi 10 Prime સ્માર્ટફોન 7 સપ્ટેમ્બરે એમેઝોન, mi.com, Mi હોમ સ્ટોર્સ, Mi સ્યૂડિયોઝ અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.  HDFC બેન્ક કાર્ડ કે EMI ટ્રાન્ઝેક્શન દ્વારા આ ફોન ખરીદવા પર 750 રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. 

6000 mAh ની બેટરી, બીજી ડિવાઇઝ પણ કરી શકશો ચાર્જ
Redmi 10 Prime સ્માર્ટફોનમાં  6,000 mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. તે 9W રિવર્સ વાયર્ડ ચાર્જિંગની સાથે આવે છે. આ સ્માર્ટફોનનું વજન 192 ગ્રામ છે. રેડમી 10 પ્રાઇમમાં 6.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન  1080X2400 પિક્સલ છે. ડિસ્પ્લે 90Hz એડોપ્ટિવ રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. 

2TB સુધી વધારી શકો છો સ્ટોરેજ
Redmi 10 Prime સ્માર્ટફોન 6 GB સુધીની રેમની સાથે આવે છે. 64GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા મોડલમાં માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી સ્ટોરેજ 1ટીબી સુધી વધારી શકાય છે. તો 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટનું સ્ટોરેજ 2ટીબી સુધી વધારી શકાય છે. 

સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો મેન કેમેરો
Redmi 10 Prime સ્માર્ટફોનના બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એટલે કે ફોનની પાછળ 4 કેમેરા લાગ્યા છે. ફોનમાં મેન કેમેરો 50 મેગાપિક્સલનો છે. આ સિવાય ફોનના બેકમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્ચ, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news