Redmi Note 10T 5G ભારતમાં 20 જુલાઈએ થશે લોન્ચ, જબરદસ્ત છે ફીચર્સ

સ્માર્ટફોન કંપની ભારતમાં પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. 20 જુલાઈએ આ ફોન દેશમાં લોન્ચ કરવામાં આવશે. 

Redmi Note 10T 5G ભારતમાં 20 જુલાઈએ થશે લોન્ચ, જબરદસ્ત છે ફીચર્સ

નવી દિલ્હીઃ Redmi Note 10T 5G સ્માર્ટફોન ભારતમાં 20 જુલાઈએ લોન્ચ થશે. આ ભારતમાં લોન્ચ થનાર રેડમીનો પ્રથમ 5G સ્માર્ટફોન હશે. ફોનના લોન્ચની જાણકારી શાઓમી ઈન્ડિયાના હેડ મનુ કુમાર જૈને ટ્વીટ કરીને આપી છે. ફોનની કિંમત શું હશે તે વિશે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી. કંપની આ ફોનને રશિયામાં લોન્ચ કરી ચુકી છે. રશિયામાં આ ફોનને 4જીબી રેમ+ 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત RUB 19,990 (આશરે 20 હજાર રૂપિયા) છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ આ ફોન આજ કિંમતમાં એન્ટ્રી કરી શકે છે. 

રેડમી નોટ 10T 5G ના ફીચર અને સ્પેસિફિકેશન્સ
ફોનમાં 1080x2400 પિક્સલ રેઝોલ્યૂશનની સાથે 6.5 ઇંચની ફુલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે. 6જીબી સુધીની રેમ અને 128જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવનાર ફોનમાં પ્રોસેસર તરીકે મીડિયાટેક ડાઇમેન્સિટી 700 ચિપસેટ આપવામાં આવ્યું છે. 

👉 #RedmiNote10T5G is launching on 20.07.21. The #FastAndFuturistic experience is now going to go mainstream!

This #RedmiNote will help accelerate 5G adoption in India! 🇮🇳

— Manu Kumar Jain (@manukumarjain) July 12, 2021

ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમર સેન્સરની સાથે એક 2 મેગાપિક્સલનો મૈક્રો શૂટર અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news