સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખતા 22 આરોપીઓની નિર્દોષ મુક્તિને યથાવત રાખી છે. સોહરાબુદ્દીનના ભાઈઓએ નીચલી અદાલતના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. આ મામલો વર્ષ 2005 ના કથિત ફેક એન્કાઉન્ટરનો છે, જેમાં લાંબી કાનૂની લડત બાદ હવે હાઈકોર્ટે પણ આરોપીઓને રાહત આપી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે: રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ભરઉનાળે કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.
અમદાવાદના રહેવાસીઓ માટે આગામી દિવસોમાં પાણીનો વપરાશ સાચવીને કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદા કેનાલના સમારકામના કારણે શહેરમાં મોટા પાયે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. પાણી કાપની આ અસર આગામી 10 દિવસ સુધી જોવા મળશે. શહેરના મુખ્ય 5 ઝોનમાં પાણીનો પુરવઠો ખોરવાશે અથવા ઓછો આવશે. જેથી તમે જો અમદાવાદમાં રહેતા હો તો આ સમાચાર તમારા માટે છે.
Surat News : સુરતના માથાભારે ચિરાગ ગોટીના દિવસો પલટાઈ ગયા છે. એક સમયે આ રિવોલ્વર તારી સગી નહીં થાય તેમ કહી લોકોને ડરાવતો અને ધમકાવતો ગોટી આજે જાહેરમાં માફી માગતો થઈ ગયો છે. પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે ફરી જાહેરમાં ફેરવતાં એની આબરૂના ધજાગરા થઈ ચૂકયા છે. એક સમયે ડરતા લોકો એનો ટપલીદાવ પણ કરી ચૂક્યા છે. ચિરાગ ગોટી સામે એક બાદ એક ફરિયાદો નોંધાતાં ગોટી લાંબા સમય સુધી જેલમાં રહે તેની સંભાવનાને નકારી શકાય નહીં. ગોટીને પોલીસ રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે હવે સૈન્ય તણાવ એ ચરમસીમાએ છે. એક્સપર્ટ દાવાઓ કરી રહ્યાં છે કે મિડલ ઈસ્ટમાં કોઈ પણ સમયે યુદ્ધની જાહેરાત થઈ શકે છે. આ વચ્ચે ઈરાને પોતાના સંવેદનશીલ સૈન્ય ઠેકાણાઓ અને પરમાણુ સ્થળોની સુરક્ષા માટે મોટાપાયે કિલ્લાબંધી કરવાની શરૂ કરી દીધી છે. બીજીતરફ બંને દેશો વચ્ચે જીનીવામાં આ અંગે વાતચીત ચાલી રહી છે. ઈન્સ્ટીટ્યૂટ ફોર સાયંસ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરીટીના નવા સેટેલાઈટ એનાલિસિસ મુજબ ઈરાન પોતાના ન્યૂક્લિયર ઠેકાણાને જલદીથી જલદી કાંક્રિટ અને માટીથી ઢાંકવામાં લાગી ગયું છે. આ સ્થળોને મજબૂત બનાવવા લાગ્યું છે કારણ કે અમેરિકાના હુમલા સમયે આ સ્થળોને બચાવી શકાય
Gujarat Weather Update : પશ્વિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારત સહિત મેદાની રાજ્યમાં મોસમનો મિજાજ ફરી બગડ્યો છે. દિલ્હી એનસીઆર સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ભારે પવન સાથે છાંટા પડ્યા છે. ગુજરાતમાં પણ હાલ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય હોવાને કારણે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ પછી, પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઠંડીનું પ્રમાણ જળવાઈ શકે છે.
પોલીસ વિભાગની કેવી ઘોર બેદરકારી! 3 બાળકો ગુમ થયાના 17 દિવસ બાદ શરુ કરી ડ્રોન વડે તપાસ કાર્યવાહી...જુઓ ડીસીપી આ મામલે શું બોલ્યા...
ગણેશોત્સવના માહોલ વચ્ચે ઠેર-ઠેર પંડાલોમાં વિવિધ થીમ આધારિત શણગાર કરવામાં આવ્યા છે. જેમાં ઘણા સ્થળ પર તાજેતરની ઘટનાઓની ઝલક જોવા મળતી હોય છે. તેવામાં એક પંડાલના ગણેશ સ્થાપનામાં અમદાવાદ વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંડાલમાં કેવી રીતે અમદાવાદ શહેરમાં બનેલ પ્લેન ક્રેશ થીમ જોવા મળે છે.
WEATHER UPDATE: મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય, ગુજરાતના દરિયા કિનારે તોફાની મોજાની સંભાવના
સ્પોર્ટ્સમાં ચેમ્પિયન યુવતીના સપના રોળાય ગયા! કચરાની ગાડીએ લીધી અડફેટે, યુવતીનું નીપજ્યું મોત
રાજકોટના કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ કાર્યકરોનો હલ્લાબોલ! બંને પક્ષો વચ્ચે સંગ્રામ, જુઓ દ્રશ્યો
હાલોલની હાલત બની અતિશય ખરાબ! વરસાદ વચ્ચે ધારાસભ્ય સમીક્ષા કરવા પહોંચ્યા...જુઓ દ્રશ્યો
વડોદરામાં સર્જાયેલ ઈંડા ફેંકવાના વિવાદે બે લોકોની કરી હતી ધરપકડ, ત્યારબાદ થયા મોટાં ખુલાસાઓ...વધુ વિગત માટે જુઓ VIDEO
આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તા ફરી વિવાદમાં આવ્યા...ખંડણી મુદ્દે બીજી વખત FIR નોંધાઈ
VIDEO: સેવન્થ ડે સ્કૂલ હત્યા અંગે શાળા તંત્ર વિરુદ્ધ કડક પગલાઓ લેવાનું શરુ! જુઓ Z 24 કલાક પર સૌથી મોટા સમાચાર!
ભુજ: સંસ્કાર કોલેજના વિદ્યાર્થીના અસંસ્કારી કૃત્ય! યુવતી પર થયો છરી વડે હુમલો, બચાવનાર લોકો પણ થયા ઈજાગ્રસ્ત...સમગ્ર મામલો જાણવા જુઓ VIDEO
"બિહારમાં ચાલી રહેલ 'ઘુસપૈઠિયા બચાઓ યાત્રા'માં મોદીજી અને તેમની સ્વર્ગીય માતાજી માટે બોલવામાં આવેલ અપશબ્દો રાહુલ ગાંધીની રાજનીતિનું નિમ્ન સ્તર દેખાડે છે...." અમિત શાહે કોંગ્રેસ નેતાઓ પર કર્યા શાબ્દિક પ્રહાર, જુઓ video
સિટી સેશન્સ કોર્ટે નલિન કોટડિયાને દોષિત જાહેર કર્યા, શૈલેષ ભટ્ટનું અપહરણ કરી પડાવ્યા હતા 200 બિટકોઈન! વધુ વિગત માટે જુઓ VIDEO
બિહારના પટનામાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના કાર્યકરોએ પીએમ મોદી પરની ટીપ્પણીના વિવાદ અંગે સૂત્રોચ્ચાર અને બોર્ડથી વિરોધ પ્રદર્શન કરતા હતા. તેવામાં કોંગ્રેસના કાર્યકરો પણ આસમેસામને થયા અને પથ્થરમારો પણ કર્યો. હાલ ભારતીય જનતા પાર્ટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
VIDEO: YMCA ક્લબ પાસેથી SG હાઈવે પર ડાયવર્ઝન અપાયા! વહેલી સવારે એકાએક બોર્ડ જોતાં લોકો ભારે મૂંઝવણમાં...જુઓ હવે બે વર્ષ સુધી કેટલા કિ.મી. ફરવું પડશે
અમદાવાદ: રાજકારણમાં થયો ગરમાવો, આ નેતાએ આમઆમદીનો છેડો ફાડ્યો, કોંગ્રેસમાં જોડાઈને થશે ઘર વાપસી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલ ઘટના બાદ વાલીઓ મૂકાયાં ભારે ચિંતામાં...જુઓ ત્રણ દિવસમાં કેવા પગલા ભરવામાં આવ્યા છે, DEO કચેરીએ ચાર અધિકારીને સોંપી દીધી છે જવાબદારી, વધુ વિગત માટે જુઓ VIDEO