ઓછા બજેટમાં આવી ગયો શાનદાર 5G Smartphone! ભારતમાં લોન્ચ થયો Galaxy F14 5G, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy F14 5G Goes on Sale: આજથી સ્માર્ટફોન ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. ફોનની ડિઝાઇન પણ શાનદાર જોવા મળી રહી છે. આવો જાણીએ Samsung Galaxy F14 5G ની કિંમત અને ધમાકેદાર ફીચર્સ....

ઓછા બજેટમાં આવી ગયો શાનદાર 5G Smartphone! ભારતમાં લોન્ચ થયો  Galaxy F14 5G, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Samsung એ ભારતમાં Galaxy F14 5G Smartphone ને લોન્ચ કરી દીધો છે. ધમાકેદાર ફીચર્સથી લેસ આ એક સસ્તો 5જી સ્માર્ટફોન છે. ફોનમાં 90Hz નો રિફ્રેશ રેટ, મોટી બેટરી અને ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. આજથી સ્માર્ટફોન ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. ફોનની ડિઝાઇન પણ શાનદાર જોવા મળી રહી છે. આવો જાણીએ Samsung Galaxy F14 5G ની કિંમત અને ધમાકેદાર ફીચર્સ.....

Samsung Galaxy F14 5G Price in India
સેમસંગે ભારતમાં  Galaxy F14 5G ને બે સ્ટોરેજ ઓપ્શનની સાથે રજૂ કર્યો છે. બેસિક મોડલમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે અને તેની કિંમત 12,990 રૂપિયા છે. આ સિવાય 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14490 રૂપિયા છે. ફોન ત્રણ કલર OMG બ્લેક, ગોટ ગ્રીન અને બે પર્પલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

Samsung Galaxy F14 5G Specifications
Samsung Galaxy F14 5G માં 90Hz રિફ્રેશ રેટ અને FHD+ રિઝોલ્યૂશનની સાથે 6.6 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે. આ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 દ્વારા સુરક્ષિત છે. ડિસ્પ્લેમાંઈન્ફિનિટી વી નોચ પણ છે. 

Galaxy F14 5G સેમસંગના Exynos 1330 SoC દ્વારા સંચાલિત છે, જે  5nm પ્રોસેસ પર બનાવવામાં આવ્યું છે. તેને 6 જીબી સુધી રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યું છે, જેને  વર્ચુઅલ રેમ વિસ્તારના માધ્યમથી 128GB સુધી વધારી શકાય છે. એટલે કે તમારા ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ માટે પર્યાપ્ત સ્ટોરેજ છે. 

Samsung Galaxy F14 5G Camera
Galaxy F14 5G માં એક ડુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર છે. પરંતુ કોઈ અલ્ટ્રા-વાઇડ કેમેરો નથી. આગળની તરફ વોટરડ્રોપ નોચ પર સ્થિત 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 

Samsung Galaxy F14 5G Battery
Samsung Galaxy F14 5G માં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 6000mAh ની બેટરી મળે છે. નોંધનીય છે કે ચાર્જર બોક્સની સાથે આવશે નહીં. ફોનમાં સાઇટ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને AI ફેસ અનલોક સપોર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news