સાવધાન! આ Paytm નો યુઝ કરતા પહેલા વાંચી લો ખાસ સમાચાર, નહીં તો ખાવી પડશે જેલની હવા

આજે લગભગ તમામ કામ ઓનલાઈન થઈ રહ્યું છે અને તેમાં ઓનલાઈન પેમેન્ટ પણ સામેલ છે. તેના માટે ઘણી એપ્સ છે જેનો લોકો ઉપયોગ કરે છે પરંતુ જો આપણે દેશની સૌથી લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ એપની વાત કરીએ તો Paytm નું નામ સાંભળ્યું હશે

સાવધાન! આ Paytm નો યુઝ કરતા પહેલા વાંચી લો ખાસ સમાચાર, નહીં તો ખાવી પડશે જેલની હવા

નવી દિલ્હી: આજે લગભગ તમામ કામ ઓનલાઈન થઈ રહ્યું છે અને તેમાં ઓનલાઈન પેમેન્ટ પણ સામેલ છે. તેના માટે ઘણી એપ્સ છે જેનો લોકો ઉપયોગ કરે છે પરંતુ જો આપણે દેશની સૌથી લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ એપની વાત કરીએ તો Paytm નું નામ સાંભળ્યું હશે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, સ્પૂફ પેટીએમ (Spoof Paytm) નામની એક ડૂપ્લિકેટ એપ સામે આવી છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ્સમાં ફ્રોડના કેસ વધી રહ્યા છે. આવો આ વિશે વિગતવાર માહિતી જાણીએ.

શું છે સ્પૂફ પેટીએમ
સ્પૂફ પેટીએમ આમ તો માત્ર મસ્તી-મજાક માટે બનાવવામાં આવેલી એક એપ્લિકેશન છે પરંતુ હાલમાં જ જાણવા મળ્યું છે કે, લોકો આ એપનો ફ્રોડ કરવા અને ઓનલાઈન પેમેન્ટ્સ દ્વારા લોકો સાથે ઠગાઈ કરવા માટે યુઝ કરવામાં આવી રહી છે. આ એપ એકદમ ઓરિજિનલ પીટીએમ એપની જેમ દેખાય છે અને તેની પેમેન્ટ રસીદો પણ ઓરિજિનલ એપની રસીદો જેવી દેખાય છે.

તેને કેવી રીતે ડાઉનલોડ કરે છે લોકો
આ એપ્લિકેશન ઓરિજિનલ નથી તેથી તેને સત્તાવાર રીતે ડાઉનલોડ કરી શકાતી નથી. આનો અર્થ એ છે કે Spoof Paytm ને Google Play Store અને App Store પરથી ડાઉનલોડ કરી શકાતી નથી. એન્ડ્રોઇડ યુઝર્સ ઇચ્છે તો ગૂગલ પરથી આ એપ ડાઉનલોડ કરી શકે છે, પરંતુ iOS યુઝર્સ તેમના iPhone પર આ એપનો ઉપયોગ કરી શકતા નથી.

જેલ પહોંચાડી શકે છે આ એપ
જો તમે આ એપ દ્વારા કોઈને છેતરવાનો પ્રયત્ન કરો છો અને ઓનલાઈન પેમેન્ટ ફ્રોડનો ભાગ બનશો તો તમારે જેલ જવું પડી શકે છે. જો તમે આવું કૃત્ય કરો છો અને કોઈ તમારી સામે ફરિયાદ કરે છે, તો પોલીસ તમને ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં જેલની સજા પણ કરી શકે છે.

આ એપ ડાઉનલોડ કરવાથી થતા જોખમો
અમે તમને જણાવી દઈએ કે આ એપને ડાઉનલોડ કરવામાં તમને મોટું જોખમ થઈ શકે છે. પ્રથમ, કારણ કે તેને ડાઉનલોડ કરવાની રીત સુરક્ષિત નથી, આ પ્રક્રિયામાં તમે તમારી અંગત માહિતી હેકર્સને આપી શકો છો તેમજ વાયરસ અને માલવેર પણ તમારા ફોનમાં પ્રવેશ કરીને હુમલો કરી શકે છે, જેનાથી સાયબર ચોરીની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી શકે છે.

અમે તમને કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના વિશે બધું જાણવા અને પછી તેને ડાઉનલોડ કરવાની સલાહ આપીશું. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને એપીકે અને અન્ય થર્ડ-પાર્ટી સ્રોતોના ચક્કરમાં ન પડો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news