આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજો

ટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે. 
 

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજો

ભારતીય ગ્રાહકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક કારો (EV) ની ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આ સેગમેન્ટમાં ટાટા મોટર્સનો સંપૂર્ણ રીતે દબદબો છે. મહત્વનું છે કે પાછલા મહિને એટલે કે ઓક્ટોબર 2024માં ટાટા મોટર્સે કુલ 6152 યુનિટ કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટા મોટર્સના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો જોવા મળ્યો છે. ન્યૂઝ વેબસાઇટ Rushlane માં છપાયેલા રિપોર્ટ અનુસાર આ વેચાણના દમ પર ટાટા મોટર્સે 72 ટકા ઈલેક્ટ્રિક કાર માર્કેટ પર કબજો કરી લીધો છે. આવો જાણીએ પાછલા મહિને 10 સૌથી વધુ ઈલેક્ટ્રિક કાર વેચનાર કંપનીઓના વેચાણ વિશે..

150 ટકાથી વધુ વધી ગયું એમજીનું વેચાણ
વેચાણના આ લિસ્ટમાં બીજા ક્રમે એમજી મોટર્સ રહી. એમજી મોટર્સે આ દરમિયાન 168.01 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 2530 યુનિટ કારનું વેચાણ કર્યું છે. જ્યારે ત્રીજા સ્થાને મહિન્દ્રા રહી. મહિન્દ્રાએ આ દરમિયાન 227.44 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 907 યુનિટ કારનું વેચાણ કર્યું છે. બીજા અને ચોથા નંબર પર વેચાણના લિસ્ટમાં BYD રહી. બીવાઈડીએ આ દરમિયાન 152.08 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 363 યુનિટનું 2નું વેચાણ કર્યું. જ્યારે પાંચમાં નંબર પર વેચાણમાં સિટ્રોએન રહી. સિટ્રોએને આ દરમિયાન 45.98 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 254 યુનિટ કારનું વેચાણ કર્યું છે.

માત્ર 15 યુનિટ વેચાઈ વોલ્વો
બીજીતરફ છઠ્ઠા નંબર પર વેચાણના લિસ્ટમાં  મર્સિડીઝ રહી. મર્સિડીઝે આ દરમિયાન 265 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 146 યુનિટ કારનું વેચાણ કર્યું છે. જ્યારે 140 યુનિટના વેચાણ સાથે બીએમડબ્લ્યૂ સાતમાં નંબરે રહી છે. આ લિસ્ટમાં આઠમાં નંબર પર કિઆ રહી જેને 35 ગ્રાહક મળ્યા છે. નવમાં ક્રમે હ્યુન્ડઈ રહી. હ્યુન્ડઈએ આ દરમિયાન 33 યુનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે કુલ 15 યુનિટના વેચાણ સાથે આ લિસ્ટમાં દસમાં નંબરે વોલ્વો રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news